IPL: આ 10 ક્રિકેટરો પર સૌની નજર, હાઈએસ્ટ બિડ બ્રેકેટના આ ક્રિકેટરોની ઓછામાં ઓછી પ્રાઈસ છે કેટલા કરોડ ?
માર્ક વુડઃ ઈંગ્લેન્ડનો આ ખેલાડી આઈપીએલની માત્ર એક જ મેચ રમ્યો છે. જેમાં તે ખાસ કમાલ કરી શક્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિમ પ્લકેંટઃ લિમ પ્લકેંટે આઈપીલની 7 મેચમાં 4 વિકેટ ઝડપી છે.
શાકિબ અલ હસનઃ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકીબ અલ હસને IPLની 63 મેચમાં 59 વિકેટ ઝડપવાની સાથે 746 રન પણ બનાવ્યા છે.
મોઈન અલીઃ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ આઈપીએલમાં 19 મેચમાં 309 રન બનાવવા સહિત 17 વિકેટ લીધી છે.
જેસન રોયઃ ઈંગ્લેન્ડને 2019ના વર્લ્ડકપની ફાઇનલ સુધી લઈ જવામાં મહત્વનો રોલ હતો. આઈપીએલની 8 મેચમાં 133.6ના સ્ટ્રાઇક રેટથી 179 રન બનાવ્યા છે. જેમાં સર્વોચ્ચ સ્કોર 91 રન અણનમ છે.
સેમ બિલિંગ્સઃ ઈંગ્લેન્ડના આ ક્રિકેટરે આઈપીએલની 22 મેચમાં 133.6ના સ્ટ્રાઇક રેટની 334 ફટકાર્યા છે. તેના પર સૌની નજર રહશે.
સ્ટીવ સ્મિથઃ ઓસ્ટ્રેલિયાના આ ખેલાડી પર સૌની નજર રહેશે. તેણે આઈપીએલની 95 મેચમાં એક સદી અને 11 અડધી સદી વડે 2333 રન બનાવ્યા છે.
ગ્લેન મેક્સવેલઃ આઈપીએલમાં દર હરાજીમાં મેક્સવેલ પર સૌની નજર હોય છે. ગત સીઝનમાં તે 10 કરોડમાં ખરીદાયો હતો. તેણે આઈપીએલની 82 મેચમાં 154.7ના સ્ટ્રાઇક રેટની 1505 રન બનાવ્યા છે. આઈપીએલમાં છ ફિફ્ટી સાથે તેનો સર્વોચ્ચ સ્કોર 95 રન છે. આ ઉપરાત બોલિંગમાં વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે.
કેદાર જાધવઃ ધોનીના ખાસ મનાતા 35 વર્ષીય કેદાર જાધવે આઈપીએલની 87 મેચમાં 124.2ના સ્ટ્રાઇક રેટથી 1141 રન બનાવ્યા છે.
હરભજન સિંહઃ 40 વર્ષીય હરભજન આઈપીએલની 160 મેચમાં 150 વિકેટ ઝડપી ચુક્યો છે. તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 18 રનમાં 5 વિકેટ છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન આ વર્ષે એપ્રિલ-મેમાં રમાશે. ખેલાડીઓની આગામી સીઝન માટે 18 ફેબ્રુઆરીએ હરાજી કરવામાં આવશે. આ વર્ષે હરાજીમાં કુલ 292 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેલાડીઓની હરાજીમાં ભારતના પૂર્વ ડાબોડી સ્પિનર દિલીપ દોશીનો પુત્ર નયન દોશી સૌથી વૃદ્ધ છે અને અફઘાનિસ્તાનના નૂર અહેમદ સૌથી યુવા ખેલાડી છે. હરાજીમાં બે કરોડ રૂપિયાના બ્રેકેટમાં સ્થાન ધરાવતાં 10 ક્રિકેટરો પર સૌની નજર રહેશે. જેમાંથી બે ખેલાડી ભારતીયો છે અને આઠ વિદેશી છે. (તસવીર સૌજન્યઃ આઈપીએલ ટ્વીટર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -