યુવતીને કાકાની છોકરી સાથે જ બંધાયા શારીરિક સંબંધ, બંનેએ મંદિરમાં જઈને કરી લીધાં લગ્ન ને પછી.......
જ્યારે બંનેના પરિવારજનોને આ અંગે ખબર પડી તો સમજાવવાનો પ્રયાસ કર્યો. પરિવારજનોના દબાણના કારણે હાલ બંને બહેનો પરિવારથી અલગ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, અમને ખબર હતી કે સમલૈંગિક સંબંધને કાનૂની રક્ષણ મળ્યું છે. બંને ન્યૂયોર્કની અંજલિ ચક્રવર્તી અને સૂફી સન્ડલ્સથી પ્રભાવિત થયા હતા. જે બાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સમલૈંગિક સંબંધ સાથે જોડાયેલો કોડરમા જિલ્લાનો આ પ્રથમ મામલો છે.
બંને બહેનો એકબીજાને પાંચ વર્ષથી પ્રેમ કરતી હતી. ગત મહિને લગ્ન કરનારી લેસ્બિયન કપલે કહ્યું, અમને આ રીતે ઓળખાવામાં બિલકુલ પણ શરમ નથી આવતી. બંને ઝુમરી તલૈયાની રહેવાસી છે અને ઘર પણ એકદમ નજીક આવેલા છે. 8 નવેમ્બરના રોજ બંનેએ શિવ મંદિરમાં લગ્ન કર્યા છે. કોઈ પરેશાની ન થાય તે માટે હવે તેઓ બીજા શહેરમાં જઈને રહેવા માંગે છે.
હાલ બંને બહેનો પરિવાર તથા સમાજના ડરથી ઓળખ છુપાવીને અલગ રહી છે. તેમનું કહેવું છે કે અમે બંને એક બીજાનો શ્વાસ છીએ અને અંતિમ ક્ષણ સુધી સાથે રહીશું. ગમે તેટલી અડચણો આવે તો પણ અમે હંમેશા સાથે જ રહીશું.
પ્રેમમાં માણસ અંધ બની જતો હોય છે, તેને સારા નરસાનું ભાન પણ રહેતું નથી. આવો જ મામલો ઝારખંડના કોડરમામાં સામે આવ્યો છે. અહીંયા બે પિતરાઈ બહેનોએ મંદિરમાં જઈ લગ્ન કરી લીધા હતા. જે બાદ તેઓ પરિવારથી અલગ રહેતા હતા. લેસ્બિયન કપલ પૈકી એકની ઉંમર 24 વર્ષ અને બીજાની 20 વર્ષ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -