✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘સિંઘમ ગર્લ’ કાજલ અગ્રવાલ આ બિઝનેસમેન સાથે કરવા જઈ રહી છે લગ્ન, જાણો કોણ છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Oct 2020 04:44 PM (IST)
1

બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ જલ્દીજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તે 30 ઓક્ટોબરે પોતાના બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે લગ્ન કરશે. કાજલના હલ્દી અને મેહંદીની રિવાજની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2

3

4

ગૌતમની વાત કરીએ તો તે મુંબઈ બેઝ્ડ બિઝનેસમેન છે. ગૌતમ ઈન્ટીરિયર ડિઝાઈનર છે અને ઈ કોમર્સ પ્લેટફોર્મ Discern Living નો માલિક પણ છે. તે એક સ્પોર્ટ્સપર્સન પણ છે.

5

કાજલ ગૌતમ સાથે લગ્ન કર્યા બાદ પણ પોતાનું એક્ટિંગ કેરિયર ચાલુ રાખશે. તે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઈન્ડિયન 2’ના શૂટિંગની રાહ જોઈ રહી છે, લોકડાઉનના કારણે ફિલ્મનું શૂટિંગ અટકી પડેલું છે. તેની આગામી તેલુગૂ ફિલ્મ ‘મોસાગલ્લુ ’ પણ રિલીઝ માટે તૈયાર છે.

6

થોડા સમય પહેલા જ કાજલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તે બિઝનેસમેન ગૌતમને પોતાનો જીવન સાથી બનાવવા જઈ રહી છે.

7

35 વર્ષીય કાજલે હિંદી ફિલ્મમાં ‘ક્યો હો ગયા ન’થી ડેબ્યુ કર્યું હતું. તેમાં તેનો ખૂબજ નાનકડો રોલ હતો. 2011માં અજય દેવગન સાથે સિંઘમ ફિલ્મમાં નજર આવી હતી. જેના બાદ તેને સિંઘમ ગર્લ તરીકે પણ બોલાવવાાં આવતી.

8

કાજલ ખૂબજ સાદાઈથી મુંબઈમાં લગ્ન કરશે. કોરોના મહામારીના કારણે તેના લગ્ન ધૂમધામ નહીં કરવામાં આવે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • સમાચાર
  • ‘સિંઘમ ગર્લ’ કાજલ અગ્રવાલ આ બિઝનેસમેન સાથે કરવા જઈ રહી છે લગ્ન, જાણો કોણ છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.