કૉમેડિનય કપિલ શર્મા જલ્દી જ બીજીવાર બનશે પિતા, ટ્વિટર પર કર્યો ખુલાસો
વર્કફ્રન્ટની વાત કરીએ તો કપિલનો કોમેડી શો ‘ધ કમિલ શર્મા શો’ની બીજી સીઝન ખૂબજ સફળ રહી હતી. આ ફેબ્રુઆરીમાં આ શો ઓફ એર થઈ જશે અને થોડાક મહિના બાદ નવા કોન્સેપ્ટ સાથે ફરી શરુ થશે. તેની વચ્ચે કપિલ નેટફ્લિક્સની એક વેબસીરીઝ સાથે પોતાનો ડિજિટલ ડેબ્યૂ પણ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૉમેડિનય કપિલ શર્મા બીજ વખત પિતા બનવાનો છે. કપિલે ખુદ ટ્વિટર આ વાતનો ખુલાસો કર્યો છે કે, તેમના પત્ની ગિન્ની ચતરથ બીજી વખત પ્રેગ્નેટ છે. ટ્વવિટર પર #Askkapil સેશન દરમિયાન એક પ્રશંસકે કપિલને સવાલ પૂછ્યો હતો કે, ‘ધ કપિલ શર્મા શો’ ઓફ કેમ થઈ રહ્યો છે ? તેના જવાબમાં કપિલે લખ્યું હતું કે, હું ઘર પર રહીને પત્ની સાથે પોતાના બીજા બાળકનું સ્વાગત કરી શકું એટલા માટે.
કપિલ એક દિકરીનો પિતા છે. અનાયરાનો જન્મ ડિસેમ્બર 2019માં કપિલ-ગિન્નીની વેડિંગ એનિવર્સરીના બે દિવસ પહેલા થયો હતો. કપિલ અને ગિન્નીએ 12 ડિસેમ્બરે 2018ના રોજ લગ્ન કર્યા હતા.
કપિલના આ જવાબ બાદ ફેન્સ તેને શુભકામના પાઠવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાથી એવી અટકળો ચાલી રહી હતી કે કપિલ બીજી વખત પિતા બનવાનો છે પરંતુ આ વાતની પુષ્ટી થઈ નહોતી પરંતુ કપિલે હવે ખુદ ખુશખબર આપી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -