પત્નીને તલાક આપીને આ એક્ટરે ચોરીછુપીથી ગર્લફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન, નવી દુલ્હનને ખોળામાં ઉંચકીને પહોંચ્યો ગુરુદ્વારા, તસવીરો વાયરલ
કરણવીરના લગ્ન બહુ જ પ્રાઇવેટ અને સિક્રેટ રીતે પુરા કરવામાં આવ્યા, આ લગ્નમાં માત્ર સંબંધીઓ અને દોસ્તોને જ બોલાવવામાં આવ્યા હતા.
કરણવીર મેહરા અને નિધિ શેઠ એકબીજાને કેટલાય વર્ષોથી ડેટ કરી રહ્યાં હતા.
તેના પહેલા લગ્ન બાળપણની દોસ્ત દેવિકા મેહરા સાથે થયા હતા, પરંતુ આપસી મતભેદના કારણે બન્નેએ અલગ થવાનો ફેંસલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કરણવીરના આ બીજા લગ્ન છે.
કરણવીર અને નિધિના લગ્નમાં ફક્ત 30 મહેમાનોને જ બોલાવવામાં આવ્યા હતા. બન્નેના લગ્નની સેરેમની 22 જાન્યુઆરીએ મહેંદી સાથે શરૂ થઇ હતી.
લગ્ન દરમિયાન કરણવીર પર્પલ શેડ જેકેટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેને પાઘડી પહેરેલી છે, નિધિ બેઝ કલરના લેંઘામાં ખુબ સુંદર લાગી રહી છે.
કરણવીર અને નિધિના લગ્નની શાનદાર તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં ફન્સને બન્નેના લગ્નનો ડ્રેસ અને કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે.
શુક્રવારે આમના લગ્નની રસમો પુરી થઇ હતી અને રવિવારે બન્ને લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા.
કરણવીર મેહરાએ રવિવારે નિધિ શેઠ સાથે દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કરી લીધા. આ દરમિયાન કરણવીર પોતાની દુલ્હનને ખોળામાં ઉંચકીને ગુરુદ્વારા પહોંચ્યો હતો. ખાસ વાત છે કે કરણવીરના આ બીજા લગ્ન છે, તેને પહેલી પત્નીને તલાક આપી દીધા છે.
મુંબઇઃ 24 જાન્યુઆરી, 2021 આ દિવસે બધાની નજર સ્ટાર એક્ટર વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન પર ટકી હતી, ત્યારે વળી એક બીજા એક્ટરે ગુરુદ્વારામાં ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. એક્ટર કરણવીર મેહરા અને નિધિ શેઠે ચોરીછુપીથી લગ્ન કરી લીધા છે. સોશ્યલ મીડિયામાં બન્નેના લગ્નની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.