KGF સ્ટાર યશ જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો ત્યારે ખિસ્સામાં હતા માત્ર 300 રૂપિયા, આજે છે કરોડોનો માલિક
હાલમાં યશની ફિલ્મ KGF ચેપ્ટર-2ની રિલીઝ થવાની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મ ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેને જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, KGF ચેપ્ટર -2 પણ મોટો ધમાકો કરશે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયશ આજે ભલે સુપર સ્ટાર બની ગયો છે પરંતુ તે આજે પણ જમીન સાથે જોડાયેલો છે. કહેવામાં આવે છે કે, જ્યારે તેણે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો ત્યારે તેની પાસે માત્ર 300 રૂપિયા જ હતા. માત્ર 300 રૂપિયાથી શરુઆત કરનાર યશ આજે 300 કરોડની બજેટવાળી ફિલ્મોની પહેલી પસંદ છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
એક ફિલ્મ માટે ચારથી પાંચ કરોડ ફી લેનાર યશે KGFની સફળતા બાદ પોતાની ફીસ વધારી દીધી હતી. રિપોર્ટ અનુસાર KGFની અપાર સફળતા બાદ હવે યશ એક ફિલ્મ માટે 14 થી 15 કરોડ રૂપિયા વસૂલી રહ્યો છે.
આ ફિલ્મ બાદ યશે અનેક હિટ ફિલ્મો આપી. યશની ગૂગલી ફિલ્મ તો કન્નડ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી અને બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. જો કે યશને સુપરસ્ટાર બનાવવાનો શ્રેય 2014માં આવેલી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસેજ રામાચારીને જાય છે અને તેના બાદ વર્ષ 2018માં આવેલી ફિલ્મ KGFએ તો યશને દેશભરમાં એક ઓળખ અપાવી દીધી. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
રોકિંગ સ્ટાર કહેવાતા યશે થોડોક સમય બેંગલુરુમાં થિયેટર કામ પણ કર્યું. સિનેમામાં કામ કરતા પહેલા યશે અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું હતું. યશ રાતોરાત સ્ટાર નથી બન્યો પરંતુ તેણે ઘણા બધા સપોર્ટિંગ રોલ કરવા પડ્યા હતા. 2007માં કન્નડ ફિલ્મ Jambada Hudugi તેને કેમિયો કરવાની તક મળી હતી. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
યશનું અસલી નામ નવીન કુમાર ગૌડા છે. પોતાના નાના કેરિયરમાં યશે પોતાની એક્ટિંગથી એક અલગ ઓળખ બનાવી છે. ફિલ્મોમાં શાનદાર અભિનય કરનાર યશનો જન્મ 8 જાન્યુઆરી 1986માં કર્ણાટકના હાસનમાં થયો હતો. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
KGF સ્ટાર યશના નામનો ડંકો આજે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈ બોલિવૂડમાં પણ વાગી રહ્યો છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કન્નડ ઈન્ડસ્ટ્રીને એક ઓળખ અપાવવા માટે યશની KGFનો મોટો રોલ છે. આ ફિલ્મ બાદ યશના હવે હિંદીના દર્શકો પણ ફેન બની ગયા છે. હાલમાં યશ KGF ચેપ્ટર 2ના ટીઝરને લઈને ચર્ચામાં છે. એક્ટર આજે ભલે સ્ટાર બની ગયો છે પરંતુ આજે પણ તેનો પરિવાર મિડલ ક્લાસની જેમ રહે છે. યશ આજે એટલો મોટો સ્ટાર છે તેમ છતા તેના પિતા આજે પણ બસ ડ્રાઈવિંગ કરે છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
- - - - - - - - - Advertisement - - - - - - - - -