ખુશી કપૂરને ખુબ ગમે છે ટેટૂ, અવારનવાર શરીર પરના આ શાનદાર ટેટૂ કરતી રહે છે ફ્લૉન્ટ, જુઓ તસવીરો
ખુશી કપૂર બહુ જલ્દી મોટા પડદા પર દેખાશે. તેની ડેબ્યૂ ફિલ્મને લઇને કોઇ જાહેરાત નથી થઇ પરંતુ કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે તેને કોઇ મોટુ પ્રૉડક્શન હાઉસ જ લૉન્ચ કરશે.
આ તસવીરમાં ખુશી પોતાના કાંડાની પાસે ટેટૂ બતાવતી દેખાઇ રહી છે.
ખુશી કપૂરને ખબર છે કે સેલ્ફીમાં પોતાનુ ટેટૂ કેવી રીતે બતાવવુ. આમાં તમે જમણા હાથ પરનુ ટેટૂ જોઇ શકો છો.
ખુશી કપૂરની આ તવસીરો જોઇને તેના ફેન્સ ક્રેજી થઇ ગયા છે. મનિષ મલ્હોત્રાના લેંઘામાં રેમ્પ પર ખુશીએ પોતાના આ ટેટૂ ફ્લૉન્ટ કર્યા હતા.
ખુશી કપૂર હંમેશા પોતાના ટેટૂ ફ્લૉન્ટ કરતી રહે છે. ખુશી કપૂરે પોતાના શરીર પર કેટલીય જગ્યાએ ટેટૂ ત્રોફાવ્યા છે.
મુંબઇઃ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર જલ્દી મોટા પડદા પર આવવાની છે. ખુશી મૉડેલિંગ કરવા ઇચ્છતી હતી, પરંતુ થોડાક દિવસે પહેલા તેનુ મન બદલાઇ ગયુ. પાપા બોની કપૂરે જણાવ્યુ કે તે હવે એક્ટિંગ કરશે. ફિલ્મોમાં આવ્યા પહેલાથી જ તે ચર્ચામાં ખુબ રહી છે. ખુશી કપૂરને ટેટૂ ત્રોફાવવાનો બહુ શોખ છે. આજકાલ આ કારણે ખુસીની કેટલીક તસવીરો ખુબ વાયરલ પણ થઇ રહી છે.