કાર ખરીદવાનો છે પ્લાન તો આ 3 કાર બજેટમાં થઈ શકે છે ફિટ, જાણો વિગતે
Tata Altroz: ટાટાની શાનદાર કાર પૈકીની એક છે અલ્ટ્રોઝ. આ કાર E, XM, XT, XZ અને XZ (O) એમ પાંચ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તેને ભારતની સૌથી સેફ હેચબેક કાર માનવામાં આવે છે. કારના એન્જિન અને ફીચર્સની વાત કરવામાં આવે તો 2-લીટર, 3-સિલિંજર નેચરલી એસ્પરેટેડ પેટ્રોલ અને 1.5-લીટર, 4-સિલિંડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન ઓપ્શનમાં આવે છે. તેનું પેટ્રોલ એન્જિન 85bhpનો પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલગ ગિયરબોક્સ આપવામાં આવે છે. પ્રીમિયર હેચબેક ટાટા અલ્ટ્રોઝની પ્રારંભિક કિંમત 5.29 લાખ રૂપિયા છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)
Maruti Suzuki Baleno: મારુતિ સુઝુકી બલેનોનું પેટ્રોલ એન્જિન BS-6 છે અને તેને પેટ્રોલ હાઇબ્રિડ પાવરટ્રેનથી સજ્જ કરવામાં આવ્યું છે. બલેનોના સિગ્મા વેરિયન્ટની પ્રારંભિક કિંમત 5.63 લાખ રૂપિયા છે. તેમાં 1.2 litre L12C પેટ્રોલને નવી સ્માર્ટ હાઇબ્રિડ ટેકનિકથી લેસ કરવામાં આવી છે. 21.4 કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ આપતી હોવાનો કંપનીનો દાવો છે. તેને માર્કેટમાં ઘણી પસંદ પણ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમા સારા લુકની સાથે સસ્તી કાર હોઇ શકે છે.
Hyundai i20: હ્યુન્ડાઈની આ કારનું એક્સટીરિયર અને ઈન્ટીરિયર એકદમ શાનદાર છે. આ કારમાં ઓક્સૂબૂસ્ટ એર પ્યોરિફાયર લગાવવામાં આવ્યું છે. જે કારની અંદર સ્વચ્છ હવા આપે છે. iMT ગિયરબોક્સ (સેમી-મેન્યુઅલ)ની સાથે ટર્બો પેટ્રોલ એન્જિનમાં પણ ઉપલબ્ધ હોય તેવી આ સેંગમેંટની એકમાત્ર કાર છે. તેની પ્રારંભિક કિંમત 8.79 લાખ રૂપિયા છે. 20-25 કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ આપતી હોવાનો કંપનીનો દાવો છે.
નવી દિલ્હીઃ જો તમે ચાલુ મહિને કાર ખરીદવા અંગે વિચારી રહ્યા હોવ તો સૌથી પહેલા તમારે બજેટને લઈ ફેંસલો કરવો પડશે. જે બાદ તમે કઈ કાર ખરીદવી તે વિચારી શકો છે. આજકાલ માર્કેટમાં ઓછી કિંમતથી લઈ કરોડોની કિંમતની કાર ઉપલબ્ધ છે. લોકો પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ વ્હીકલ પસંદ કરે છે. આજે અમે તમને 7 લાખ રૂપિયા સુધીની બજેટની ત્રણ કાર અંગે જણાવીશું. આ કારમાં શાનદાર ફીચર્સ અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.