✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટેસ્ટમાં અંગ્રેજોને ઘૂંટણીયે પાડનારો અક્ષર પટેલ આ યુવતીને કરી રહ્યો છે ડેટ, જાણો કોણ છે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Feb 2021 12:16 PM (IST)
1

મોટેરાની પીચ પર તરખાટ મચાવીને અંગ્રેજોને ઘૂંટણીયે પાડી દેનારો અક્ષર પટેલ એક યુવતીને ડેટ કરી રહ્યો છે. આ યુવતીનુ નામ છે મેહા, મેહા પણ ગુજરાતી છોકરી છે. છેલ્લા કેટલાય વર્ષોથી અક્ષર અને મેહા સાથે પણ દેખાઇ રહ્યાં છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

2

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અક્ષરે વનડે, ટી20 અને ટેસ્ટમાં ડેબ્યૂ કરી લીધુ છે. તાજેતરમાં જ મોટેરામાં ઇંગ્લેન્ડ સામેની ડે-નાઇટ ટેસ્ટમાં તરખાટ મચાવતા પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

3

અક્ષર અને મેહા બન્નેની જોડી પણ જામે છે, જ્યારે જ્યારે મોકો મળે ત્યારે અક્ષર મેહાન લઇને મેચ માટે લઇને પણ આવે છે. બન્ને દોસ્તો સાથે પાર્ટી અને મસ્તી કરતાં પણ દેખાઇ ચૂક્યા છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

4

અક્ષરની ક્રિકેટ કેરિયરની વાત કરીએ, તે ગુજરાતની ટીમ ઉપરાંત આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ તરફથી રમી ચૂક્યો છે. હાલ તે દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે રમી રહ્યો છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

5

27 વર્ષીય અક્ષર પટેલ ગુજરાતના આણંદ શહેરનો છે, અને ગુજરાતની ટીમ તરફથી રમી રહ્યો છે. મેદાન પર તેને સાથી ખેલાડીઓ લાડમાં બાપુ કહીને પણ બોલાવે છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

6

અક્ષર અને મેહા અગાઉ આઇપીએલમાં પણ સાથે દેખાયા હતા, મેહા પોતાના સોશ્યલ મીડિયા પર અક્ષર સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે, મેહાનુ અક્ષરના પરિવાર સાથે પણ સારુ બને છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

7

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર બની ચૂકેલો અક્ષર પટેલ આજકાલ ખુબ ચર્ચામાં છે. અક્ષર પોતાની રમતની સાથે સાથે હવે તેની લવ લાઇફના કારણે પણ ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે. અક્ષર આમ તો અનમેરિડ છે પરંતુ તે સિંગલ નથી, તે એક યુવતીના પ્રેમમાં છે, અને અવારનવાર બન્નેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ પણ થતી રહે છે. જાણો કોણ છે તે.... (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ક્રિકેટ
  • ટેસ્ટમાં અંગ્રેજોને ઘૂંટણીયે પાડનારો અક્ષર પટેલ આ યુવતીને કરી રહ્યો છે ડેટ, જાણો કોણ છે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.