Heart Attack: આ 5 આદતો યુવાનોમાં હૃદય રોગનું જોખમ વધારી રહી છે ? જાણો હૃદયને કેવી રીતે મજબૂત બનાવવું ?
Heart Attack: છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ચાલો જાણીએ કે કઈ કારણોસર યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે અને હૃદને કેવી રીતે મજબૂત બનાવી શકાય.

પ્રતિકાત્મક તસવીર
1/5
યુવાનોમાં હૃદય રોગનું મુખ્ય કારણ આજકાલની ખરાબ લાઇફસ્ટાઇલ છે. ફાસ્ટ ફૂડનું વધુ સેવન અને શારીરિક કસરતનો અભાવ, જેના કારણે મોટાપો, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ ઊભી થાય છે.
2/5
આ બધાં કારણો હૃદયના સ્વાસ્થને જોખમ પહોંચાડે છે. ઉપરાંત, વધતો સ્ટ્રેસ પણ યુવાનોમાં હાર્ટ એટેકની શક્યતાઓ વધારી રહ્યો છે. રોજીંદાના લાઇફસ્ટાઇલમાં સુધારો કરવાથી હૃદય રોગના જોખમને ઓછું કરી શકાય છે.
3/5
જિમ જવાને બદલે ફાસ્ટ ચાલવું જોઈએ, સાયકલ ચલાવવી અને સ્વિમિંગ જેવી કસરતો હૃદય માટે ઉપયોગી છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો પણ જરૂરી છે. જેમાં જરૂરી વિટામિન, પ્રોટીન, ફેટ્સ અને અન્ય પોષક તત્વો હોય.
4/5
જંક ફૂડ અને કાર્બોહાઈડ્રેટથી દૂર રહેવું જોઈએ. ખાંડનું સેવન શક્ય તેટલું ઓછું કરવું જોઈએ. સ્વસ્થ હૃદય માટે હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તણાવ ઘટાડવા માટે યોગ, ધ્યાન, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને પોતાના શોખ માટે સમય ફાળવવો જરૂરી છે.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 20 Feb 2026 01:09 PM (IST)