Health Tips: ડાયાબિટીસથી કોલેસ્ટ્રોલ સુધી આ 5 દેશી ડ્રિંક્સ છે અદભૂત
Health Tips: આજની લાઇફસ્ટાઇલ લોકો ઝડપથી મોટાપો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓના શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં દવાઓ સાથે સાથે યોગ્ય ડાયટ અપનાવવો જરૂરી છે.
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/7
ખાસ વાત એ છે કે આપણા રસોડામાં મળતા હળદર, મેથી, જીરું અને તજ જેવા દેશી મસાલાઓથી બનેલા પીણાં અનેક રોગોમાં લાભદાયી સાબિત થાય છે.
2/7
હળદરનું પાણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે શરીરના દુખાવા અને સોજાને ઘટાડે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી હળદર અને એક ચપટી કાળા મરી મિક્સ કરો. સવારે ખાલી પેટ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે.
3/7
મેથીનું પાણી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તે મેટાબોલિઝમ ઝડપી બનાવે છે અને ઇન્સુલિન સેન્સિટિવિટી સુધારે છે. 1 ચમચી મેથીના દાણા રાતભર પલાળી રાખો, સવારે પાણી ગાળી ને ખાલી પેટ પીવો. વધુ સારા પરિણામ માટે મેથીના દાણા ચાવીને પણ ખાઈ શકો છો.
4/7
લીંબુનું પાણી અનેક રીતે ફાયદાકારક હોય છે. તે વજન ઘટાડે છે. ત્વચાને ચમકદાર બનાવે છે. યુરિક એસિડ કંટ્રોલ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ગરમ પાણીમાં 1 લીંબુનો રસ અને થોડું મધ ઉમેરીને દરરોજ સવારે પીવાથી દિવસ દરમિયાન તમને તાજગી મળશે.
5/7
જીરાનું પાણી પાચન સુધારે છે અને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપે છે. 1 ચમચી જીરું 2 કપ પાણીમાં ઉકાળો, પછી ગાળીને સવારે ખાલી પેટે પીવો.
Continues below advertisement
6/7
જવનું પાણી બ્લડ શુગર સંતુલિત રાખે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. જવની એક ડાંડીને પાણીમાં 10થી 15 મિનિટ સુધી ઉકાળો પછી ગાળીને સવારે પીવો.
7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 04 Feb 2026 04:02 PM (IST)
= 7">