શોધખોળ કરો
Health Tips: ચરબીના થર ઓગળી જશે! વજન ઘટાડવા માટે ડાયટિંગ નહીં, અળસીના પાવડરનો આ નુસખો અજમાવો
અળસીના બીજ છે સુપરફૂડ: આખા બીજને બદલે પાવડર ખાવાથી શરીરને મળે છે ડબલ ફાયદો; વજન ઘટાડવા અને ચમકતી ત્વચા માટે આજે જ ડાયટમાં સામેલ કરો.
Flaxseed Powder Benefits: આજના દોડધામભર્યા જીવનમાં આપણે ઘણીવાર મોંઘી દવાઓ પાછળ ખર્ચ કરીએ છીએ, પરંતુ રસોડામાં રહેલી નાની વસ્તુઓના મોટા ફાયદા ભૂલી જઈએ છીએ. આવી જ એક ચમત્કારી વસ્તુ છે 'અળસીના બીજ' (Flaxseeds). આયુર્વેદથી લઈને આધુનિક વિજ્ઞાન સુધી સૌ કોઈ માને છે કે જો દરરોજ માત્ર 1 થી 2 ચમચી અળસીના પાવડરનું સેવન કરવામાં આવે, તો શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે.
1/7

નિષ્ણાતોના મતે, અળસીને આખી ખાવાને બદલે તેને પીસીને એટલે કે તેનો પાવડર (Ground Flaxseeds) બનાવીને ખાવો વધુ હિતાવહ છે. આખા બીજનું ઉપરનું પડ કડક હોય છે, જે પચવામાં મુશ્કેલ હોય છે. જ્યારે પાવડર ખાવાથી શરીર તેમાં રહેલા ઓમેગા-3 (Omega-3), ફાઇબર અને લિગ્નાન્સ જેવા પોષક તત્વોને સરળતાથી શોષી શકે છે. આગળ વાંચો જાણો અળસીનો પાવડર ખાવાના 6 જાદુઈ ફાયદા...
2/7

1. હૃદય રહેશે સ્વસ્થ (Heart Health) અળસીમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ (Bad Cholesterol) અને ટ્રાઇગ્લિસરાઇડ્સને ઘટાડવાનું કામ કરે છે. અભ્યાસો કહે છે કે રોજ 30 ગ્રામ પાવડર લેવાથી નસોમાં બ્લોકેજ થતું અટકાવી શકાય છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
Published at : 18 Jan 2026 04:32 PM (IST)
આગળ જુઓ
Advertisement






















