Blood Sugar Control Food: ફક્ત 7 દિવસમાં કંટ્રોલ થશે વધેલું બ્લડ શુગર, આ 7 વસ્તુઓને તમારા ભોજનમાં કરો સામેલ
Blood Sugar Control Food: મોટાભાગના લોકો બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે દવાઓ પર આધાર રાખે છે. પરંતુ હકીકતમાં સંતુલિત ડાયેટ અપનાવવાથી પણ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખી શકાય છે.
Continues below advertisement
પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/6
ગ્રીન ટીમાં રહેલા કેટેચિન તત્વો ગ્લૂકોઝ મેટાબોલિઝમને સુધારે છે. તે વજન નિયંત્રણમાં મદદ કરે છે. રોજ 1થી 2 કપ ગ્રીન ટી પીવાથી લાભ મળે છે.
2/6
એવોકાડો ફાઇબર અને હેલ્ધી સુપરફૂડ છે. તે પાચન પ્રક્રિયાને ધીમી કરે છે અને બ્લડ શુગરને સ્થિર રાખે છે. સાથે જ લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.
3/6
શાકાહારી અને વેગન લોકો માટે ટોફૂ ઉત્તમ પ્રોટીન સોર્સ છે. તે મસલ્સને મજબૂત બનાવે છે. જેથી શરીર ગ્લૂકોઝનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે અને બ્લડ શુગર સંતુલિત રહે છે.
4/6
કોબીમાં સલ્ફોરાફેન નામનું તત્વ હોય છે. જે શરીરની સોજા ઘટાડે છે. સોજો ઘટવાથી ઇન્સુલિન વધુ અસરકારક રીતે કામ કરે છે. કોબી ઓછી કેલરી અને ઓછી કાર્બ્સ ધરાવતું શાક છે.
5/6
જવ એક ફાઇબરયુક્ત સાબૂત અનાજ છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. જવ બ્લડ શુગર ધીમે વધવામાં મદદ કરે છે. જવની રોટલી અથવા જવનું પાણી ડાયાબિટીઝના દર્દીઓ માટે લાભદાયક છે.
Continues below advertisement
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 08 Jan 2026 10:09 AM (IST)
= 6">