રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

પ્રતિકાત્મક તસવીર
1/6
અપૂરતી ઊંઘ લેવાથી શરીરમાં ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. આજકાલ લોકોમાં રાત્રે મોડે સુધી જાગવું સામાન્ય બની ગયું છે. એક નવા અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાત્રે મોડે સુધી જાગવું અને ઉજાગરા કરવા તમારા હાર્ટ માટે ખૂબ જ ખતરનાક છે.
2/6
રાત્રે મોડે સુધી જાગો છો તો અનેક રોગોને આમંત્રણ આપો છો. એક અભ્યાસ મુજબ, સળંગ ત્રણ દિવસ સુધી રાત્રે ચાર કલાકથી ઓછા સમયની ઊંઘને કારણે લોહીમાં અનેક ફેરફારો થાય છે. જેના કારણે હૃદયરોગની સમસ્યાઓમાં વધારો થાય છે.
3/6
સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ઓછી ઊંઘને કારણે આ અસરો ફક્ત વૃદ્ધોમાં જ નહીં, પરંતુ પુખ્ત વયના લોકો અને સ્વસ્થ લોકોમાં પણ જોવા મળે છે. આ ખાસ કરીને ચિંતાજનક છે કારણ કે આજકાલ ઘણા લોકો, ખાસ કરીને જેઓ શિફ્ટમાં કામ કરે છે, તેઓ પૂરતી ઊંઘ લઈ શકતા નથી.
4/6
આ અભ્યાસ માટે 15 સ્વસ્થ યુવાનોને લેબોરેટરીમાં રાખવામાં આવ્યા હતા. આ યુવાનોને ત્રણ દિવસ માટે 8.5 કલાકની યોગ્ય ઊંઘ અને ત્રણ દિવસ માટે 4.25 કલાકની ઊંઘ આપવામાં આવતી હતી. દરેક પ્રયોગના અંતે તેમને સાયક્લિંગ વર્કઆઉટ કરાવવામાં આવતું હતું. જે બાદ તેમના રિપોર્ટથી હૃદય રોગ થવાની સંભાવનાઓ વિશે જાણી શકાયું હતું.
5/6
ઊંઘનો અભાવ તણાવ હોર્મોન્સ (જેમ કે કોર્ટિસોલ) માં વધારો કરે છે. આનાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને હૃદયના ધબકારા ઝડપી થઈ શકે છે, જે લાંબા ગાળે હૃદયના રોગોનું કારણ બની શકે છે.
6/6
પૂરતી ઊંઘ કરવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે, આટલું જ નહીં હાર્ટ એટેક અને બ્લડ પ્રેશરનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે.
Published at : 18 Dec 2025 05:40 PM (IST)