શોધખોળ કરો
Vitamin B12 symptoms: વિટામિન B12 ની ઉણપના કારણે જોવા મળે છે આ લક્ષણો, જાણો તેના વિશે
Vitamin B12 symptoms: વિટામિન B12 ની ઉણપના કારણે જોવા મળે છે આ લક્ષણો, જાણો તેના વિશે
પ્રતિકાત્મક તસવીર
1/7

વિટામીન B12 ની ઉણપ ભારત અને સમગ્ર વિશ્વમાં એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. આ વિટામિન શરીરમાં લાલ રક્તકણો અને ડીએનએ બનાવવા માટે જવાબદાર છે. આ સિવાય તે મગજ અને ચેતા કોષોને મજબૂત કરવાનું પણ કામ કરે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે B12 ની ઉણપના કિસ્સામાં તેનું ઝડપથી નિદાન કરવું અને તેની અસરકારક સારવાર કરવી જરૂરી છે.
2/7

વિટામિન B12 ની ઉણપથી શું થાય છે ? શરીરમાં આ વિટામિનની ઉણપ ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સિવાય ત્વચા સંબંધિત સમસ્યાઓનો પણ ખતરો રહે છે. આવી સ્થિતિમાં, વિટામિન B12 સૂચવતા તમામ લક્ષણો પર નજર રાખવી જરૂરી છે.
3/7

વિટામિન B 12ની કમી હોય ત્યારે ત્વચાનું થોડું પીળું પડવું, લાલ જીભ, મોઢાના ચાંદા, ચાલવાની અને ફરવાની રીતમાં ફેરફાર જેવા લક્ષણો જોવા મળે છે. અસ્પષ્ટ દેખાય શકે છે અને ચીડિયાપણું અને હતાશા પણ જોવા મળે છે.
4/7

આ વિટામિનની કમીના સંકેતો શરીરના ચાર ભાગોમાં જોવા મળી શકે છે. જેમાં અંગૂઠા, હાથ, પગ, પગના તળિયાનો સમાવેશ થાય છે.
5/7

વિટામિન B12 ની ઉણપથી મોઢાની સમસ્યા થઈ શકે છે. મોંમાં ચાંદા, ઘા, સોજો અને જીભની લાલાશ વગેરેનો સમાવેશ થાય છે. વિટામિન B12 ની ઉણપ અસાધારણ રીતે મોટી માત્રામાં લાલ રક્ત કોશિકાઓ ઉત્પન્ન કરે છે જે યોગ્ય રીતે કાર્ય કરતા નથી અને એનિમિયામાં પરિણમે છે. જે મોઢામાં ચાંદા સહિતના અનેક લક્ષણો દેખાઈ શકે છે.
6/7

જો તમારા શરીરમાં વધુ પ્રમાણમાં વિટામિન B 12ની ઉણપ થઈ જાય તો ડૉક્ટર દવા અથવા તો ઈંજેક્શન લેવાની સલાહ આપે છે.
7/7

માછલી અને ઈંડામાં ભરપૂર વિટામિન B12 હોય છે. તમે આ વિટામિનની ઉણપ પૂરી કરવા માટે તેનું સેવન કરી શકો છો.
Published at : 25 Jan 2025 05:09 PM (IST)
View More
Advertisement





















