શોધખોળ કરો
શરીરમાં Vitamin B12 ની કમીના કારણે જોવા મળે છે આ લક્ષણો, આ રીતે કરો બચાવ
શરીરમાં Vitamin B12 ની કમીના કારણે જોવા મળે છે આ લક્ષણો, આ રીતે કરો બચાવ
પ્રતિકાત્મક તસવીર
1/6

આપણાં શરીરમાં વિટામીન બી12ની કમી હોય ત્યારે અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને સમયસર ઓળખી સારવાર કરવી જરુરી છે. વિટામીન બી12ની ઉણપને અનેક લોકો સામાન્ય ગણતા હોય છે. આ વિટામીન બોડી માટે ખૂબ જરૂરી છે કારણકે શરીરમાં વધારે ઉણપ થઇ જાય છે તો કેટલાક કારણોસર મોત પણ થઇ શકે છે.
2/6

વિટામિન બી12ની ઉણપના કારણે વારંવાર થાક લાગે છે. જો સતત નબળાઇ રહેતી હોય તો તે પણ આ વિટામિનની કમીના કારણે થાય છે. ઉલટી, ઉબકા આવવા લક્ષણો પણ તેમાં સામેલ છે. હાથ પગ સુન્ન થઇ જવા અને સાંધામાં દુખાવો થવો એ પણ વિટામિન બી12ની ઉણપના લક્ષણો છે.
3/6

અચાનક વજનમાં ઘટાડો થવો પણ તેના લક્ષણો છે. ઝાંખુ દેખાવુ, ત્વચા પીળી પડવી અને વારંવાર મોંઢામાં ચાંદા પણ તે પણ આ વિટામિનની કમીના કારણે થાય છે.
4/6

વિટામીન બી12ની ઉણપને કારણે શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે. આ માટે સમયે સારવાર કરવી ખૂબ જરૂરી છે. વિટામીન બી12ની ઉણપને કારણે સાંધામાં દુખાવો થાય છે. સાંધાનો દુખાવો સતત વધી રહ્યો છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરી શકો છો.
5/6

વિટામિન બી12ની ઉણપને દૂર કરવા માટે તમે ડાયેટમાં નોનવેજ ફૂડનો સમાવેશ કરી શકો છો. માછલીમાં વધુ પ્રમાણમાં બી12 હોય છે. આ વિટામિનની ઉણપને દૂર કરવા તમે ઈંડાનું પણ સેવન કરી શકો છો.
6/6

શરીરમાં વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે તમે દૂધ અને દૂધની બનાવટોનું સેવન કરી શકો છો. દૂધ, દહીં પનીરનું સેવન કરવાથી આ વિટામિનની ઉણપને દૂર કરી શકાય છે.
Published at : 03 Mar 2025 08:12 PM (IST)
View More
Advertisement





















