✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

BCCIએ આ બે ક્રિકેટરોને આપ્યો વિરાટ કોહલી જેટલો જ પગાર, જાણો બીજા ક્યા છ ક્રિકેટરોને પણ કોહલી જેટલા પગારની શક્યતા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jan 2021 10:50 AM (IST)
1

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇએ પોતાના વાર્ષિક કૉન્ટ્રાક્ટને અપડેટ કર્યુ છે. ભારતીય ક્રિકેટરોની સેલેરી ફરી એકવાર હાઇ લેવલ પર પહોંચી છે. આ અપડેટ બાદ વિરાટ કોહલી સહિત કેટલાક ક્રિકેટરોનો પગાર ઘણો બધો વધી ગયો છે. બીસીસીઆઇના નવા અપડેટ પ્રમાણે ગ્રેડ એ+માં આવતા વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા ક્રિકેટરોને વાર્ષિક પગાર 7 કરોડ આપવામાં આવ્યો છે, એટલે કે રોહિત શર્મા અને બુમરાહને વિરાટ કોહલી જેટલો પગાર મળ્યો છે.જોકે ખાસ વાત છે કે આ લિસ્ટમાં બીજા છ નવા ક્રિકેટરો પણ ઉમેરાયા છે, જેમને પણ સારો એવો પગાર મળી રહ્યો છે, જુઓ કયા કયા છે આ ક્રિકેટરો.....

2

રવિન્દ્ર જાડેજા- રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમનો એકમાત્ર ઓલરાઉન્ડર છે જે ત્રણેય ફોર્મેટમાં રમે છે. જાડેજાને બીસીસીઆઇએ હાલ ગ્રેડ એ માં સામેલ કર્યો છે, પરંતુ તેની પાસે ગ્રેડ એ+માં જવાનો મોકો છે.

3

મોહમ્મદ શમી- બીસીસીઆઇએ દમદાર બૉલિંગ કરીને લાઇમલાઇટમાં રહેનારા મોહમ્મદ શમીને ગ્રેડ એ માં સામેલ કર્યો છે. શમી સારુ પરફોર્મન્સ આપીને એ+ ગ્રેડમાં જઇ શકે છે.

4

હાર્દિક પંડ્યા- ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બીસીસીઆઇએ નવા અપડેટમાં ગ્રેડ બીમાં સામેલ કર્યો છે. હાર્દિકને વાર્ષિક કૉન્ટ્રાક્ટમાં સારી સેલેરી મળશે. હાર્દિક વનડે અને ટી20નો ભારતીય ટીમને મહત્વનો ખેલાડી છે. હાર્દિક પાસે એ+ ગ્રેડમાં જવાનો મોકો છે.

5

અજિંક્યે રહાણે- વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઓસ્ટ્રિલયામાં ટેસ્ટી સીરીઝમાં કેપ્ટનશીપ કરી રહેલા અજિંક્યે રહાણેને બીસીસીઆઇએ નવા અપડેટ્સમાં એ ગ્રેડમાં જોઇન કર્યો છે. રહાણેને 5 થી 7 કરોડ રૂપિયાનો પગાર મળશે. રહાણેને એ+ ગ્રેડમાં જવાનો મોકો પણ છે.

6

કેએલ રાહુલ- ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન લોકેશ રાહુલને બીસીસીઆઇએ ગ્રેડ એ કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ કર્યો છે. હવે રાહુલે વાર્ષિક પગાર 5 કરોડ રૂપિયા મળશે, રાહુલને સારુ પરફોર્મન્સ કરીને ગ્રેડ એ+ માં જવાનો મોકો પણ છે.

7

યુજવેન્દ્ર ચહલ- બીસીસીઆઇના આ હાઇ ગ્રેડમાં ભારતીય ટીમને સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ સામેલ થઇ ગયો છે. ચહલને બીસીસીઆઇએ ગ્રેડ બી કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ કર્યો છે. હવે તેને વાર્ષિક 3 કરોડથી 7 કરોડની સેલેરી મળશે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ક્રિકેટ
  • BCCIએ આ બે ક્રિકેટરોને આપ્યો વિરાટ કોહલી જેટલો જ પગાર, જાણો બીજા ક્યા છ ક્રિકેટરોને પણ કોહલી જેટલા પગારની શક્યતા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.