સેમસંગથી લઇને રેડમી સુધી, આ છે 6GB રેમ વાળા સસ્તા અને દમદાર ફોન, જુઓ લિસ્ટ
નવી દિલ્હીઃ આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના ફિચર્સ વાળા સ્માર્ટફોન અવેલેબલ થઇ ચૂક્યા છે. પરંતુ ભારતીય માર્કેટમાં મોટા ભાગની કંપનીઓ પોતાના લૉ બજેટ અને દમદાર ફિચર્સ વાળા ફોનને જ ઉતારવાનુ પસંદ કરે છે, કેમકે આ સેગમેન્ટમાં ફોન ખરીદતા યૂઝર્સ ભારતમાં વધુ છે. ભારતમાં ફોન ખરીદતી વખતે સૌથી વધુ ફોકસ કેમેરા, રેમ, સ્ટૉરેજ અને પ્રૉસેસર પર જ હોય છે. જો તમે એક સારો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અહીં અમને તમને સેમસંગથી લઇને રેડમી સુધીના 6GB રેમ વાળા સસ્તા અને દમદાર ફોનનુ લિસ્ટ બતાવી રહ્યાં છે, જે તમારો બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. આની કિંમત 15 હજાર રૂપિયાની અંદર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App5 Realme 7- આ ફોનમાં પણ 6GB રેમ અને 64GB સ્ટૉરેજની સુવિધા છે. આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, આનુ પ્રાઇમરી સેન્સર 64MPનુ છે. આ ફોનની કિંમત 14,999 રૂપિયા છે.
4- Vivo Y20- આ ફોનમાં 6GB રેમ સાથે 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આમાં 13+2+2MP નો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ ફોનને તમે 13,990 રૂપિયામાં ખરીદી શકો છે.
3- POCO M2- પોકોનો આ ફોન પણ તમને 10,499 રૂપિયામાં મળી જશે. આમાં 6GB રેમ મળી રહી છે. આમાં પણ ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 13MPનુ પ્રાઇમરી સેન્સર અવેલેબલ છે.
2- Samsung Galaxy M21- આ ફોનમા પણ તમને 6GB રેમ મળશે, ત્રિપલ રિયર કેમેરા સેટઅપ અને પ્રાઇમરી સેન્સર 48MPનુ છે. આમાં પંચ હૉલ ડિસ્પ્લે છે. આ ફોનની કિંમત 14,999 રૂપિયા છે.
1- Redmi Note 9- આ ફોનની કિંમત 14,499 રૂપિયા છે, ફોનમાં શાનદાર ફિચર્સ સાથે 6GB રેમ આપવામાં આવી છે. ઉપરાંત 48MPનો પ્રાઇમરી કેમેરો અને ક્વાડ રિયર કેમેરા સેટઅપ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -