વિશ્વભરના 30 દેશોમાં જોવા મળેલો રહસ્યમય મોનોલિથ અમદાવાદમાં જોવા મળતા ભારે કુતુહલ સર્જાયુ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2020ના નવેમ્બરમાં અમેરિકાના યુટાના રણમાં 12 ફૂટનો પહેલો રહસ્યમય મોનોલિથ જોવા મળ્યો હતો. ત્યારબાદ અમેરિકાના કેલિફોર્નિયા, યુરોપિયન દેશ રોમાનિયા તથા અન્ય સ્થળે મોનોલિથ જોવા મળ્યા હતા. (photo- Symphony Forest Park)
અહીંના ચોકીદારનું કહેવું છે કે 28 ડિસેંબરની રાત સુધી અહીં આવું કંઈ જ ન હતું પરંતુ અચાનક મોનોલિથની વાત વાયુવેગે પ્રસરી ગઈ અને આ રહસ્યમય વસ્તુને જોવા લોકો ઉમટી પડ્યા હતા. (photo- Symphony Forest Park)
આ સ્ટ્રક્ચર ક્યાંથી આવ્યું અને કોણે ઊભું કર્યું તેની કોઈની પાસે કોઈ જ જાણકારી નથી. વિચિત્ર શૈલીમાં નંબરો કોતરાયેલા છે. પિલરમાં અરીસા જેવું પ્રતિબિંબ જોવા મળે છે. (photo- Symphony Forest Park)
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળ્યું છે. આ મોનોલિથને મિસ્ટ્રી મોનોલિથ કહેવામાં આવે છે. જે એક સ્ટિલનું ચમકદાર સ્ટ્રક્ચર છે.
વિશ્વભરના 30 દેશોમાં જોવા મળેલો રહસ્યમય મોનોલિથ અમદાવાદમાં જોવા મળતા ભારે કુતુહલ સર્જાયું છે. (photo-Symphony Forest Park
- - - - - - - - - Advertisement - - - - - - - - -