✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજનીતિની સાથે સાથે ક્રિકેટના મેદાન પર આવ્યા આ મુખ્યમંત્રી, CMની ધૂંઆધાર બેટિંગ જોઇને પત્ની પણ રહી ગઇ દંગ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Feb 2021 12:57 PM (IST)
1

સીહોરઃ કેટલાક નેતાઓ રાજનીતિની સાથે સાથે અન્ય રમતોના પણ શોખીન હોય છે, જ્યારે તેમને સમય મળે ત્યારે તે પોતાના શોખ પ્રમાણે તેને માણી પણ લેતા હોય છે. હવે આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના સીએમ સાથે બન્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ક્રિકેટના શોખીન છે, અને તે એક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધૂંઆધાર બેટિંગ કરતા દેખાયા.

2

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા સીએમ શિવરાજ સિંહ વેલેન્ટાઇન ડે પર પત્ની સાધના સિંહ ચૌહાણ સાથે ધૂમતા પણ દેખાયા હતા.

3

વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે શિવરાજ સિંહ જબરદસ્ત શૉટ ફટકારી રહ્યાં છે. સીએમે બેટિંગ કરતી તસવીરો ટ્વીટર પર શેર કરતા લખ્યું- ફ્રન્ટ ફૂટ પર ખેલેંગે અબ તો...... નયા ભારત હૈ યે.... શિવરાજ સિંહ રાજનીતિની સાથે સાથે ક્રિકેટના મેદાન પર દેખાયા અને તેમના આ ટ્વીટ પરથી કેટલાય અર્થ નીકળી રહ્યાં છે. તેમના આના મારફતે એક રાજકીય સંદેશ આપવાની કોશિશ કરી છે.

4

આ પ્રસંગે સીએમની સાથે તેમની પત્ની સાધના સિંહ ચૌહાણ પણ હાજર હતા, અને સીએમને ક્રિકેટની પીચ પર રમતાં જોઇને તે પણ દંગ રહી ગયા હતા.

5

આના સમાપન સમારોહ પ્રસંગે રવિવારે સીએમ શિવરાજ સિંહ પણ ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન શિવરાજ સિંહે ક્રિકેટની પીચ પર જબરદસ્ત જલવો બતાવ્યો, તેમને ધૂંઆધાર બેટિંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આની તસવીરો પણ વાયરલ ખુદ સીએમે પોતાના ટ્વીટર પર શેર કરી છે.

6

એમપીના સીહોરમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના માતા પિતાની યાદમાં તેમના દીકરા કાર્તિકેય ચૌહાણે સીહોરના નસરુલ્લાગંજમાં 'પ્રેમ-સુંદર મેમૉરિયલ ક્રિકેટ ટૂર્નામેન્ટ'નુ આયોજન કર્યુ હતુ.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • દેશ
  • રાજનીતિની સાથે સાથે ક્રિકેટના મેદાન પર આવ્યા આ મુખ્યમંત્રી, CMની ધૂંઆધાર બેટિંગ જોઇને પત્ની પણ રહી ગઇ દંગ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.