કોરોનાએ આ દેશમાં રૂપ બદલ્યુ, સ્ટ્રેન આવતા ફ્લાઇટો રદ્દ, બોર્ડરો સીલ અને ક્રિસમસની ઉજવણી પર પાબંદી લગાવાઇ, જાણો વિગતે
કોરોના વાયરસનો નવો પ્રકાર (સ્ટ્રેન)થી લોકો બ્રિટનમાં સંક્રમિત થઇ રહ્યા છે, આ દર સતત વધી રહ્યો છે. રવિવારે આ પ્રકોપને ધ્યાનમાં રાખીને બ્રિટને મોટો નિર્ણય લીધો છે. બ્રિટન સરકારે કેટલીય જગ્યાએ ફરી એકવાર પાબંદીઓ લગાવવાનુ અને લૉકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. (પ્રતિકાત્મક તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનુ કહેવુ છે કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન પહેલાની સરખામણીમાં 70 ટકા વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. વળી સ્વાસ્થ્ય અધિકારીઓના અનુસાર સંક્રમણનો દર નિયંત્રણની બહાર થઇ રહી છે. (પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ કોરોના વાયરસે દુનિયામાં ફરી એકવાર પોતાનો પ્રકોપ વેરવાનુ શરૂ કરી દીધુ છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 7 કરોડ 66 લાખને પાર પહોંચી ગઇ છે. ત્યારે આ બધાની વચ્ચે બ્રિટનમાં કોરોના વાયરસે રૂપ બદલ્યુ છે. (પ્રતિકાત્મક તસવીર)
બ્રિટનમાં સ્ટ્રેનન વધી રહેલા પ્રકોપથી સરકારે બેલ્ઝિમ અને નેધરલેન્ડ સાથેની અવરજવરની ફ્લાઇટોને તાત્કાલિક ધોરણે બંધ કરી દીધી છે. (પ્રતિકાત્મક તસવીર)
સ્ટ્રેનના પ્રકોપના કારણે યુનાઇટેડ કિંગડમ સરકારે એક ઇમર્જન્સી બેઠક બોલાવી અને ક્રિસમસ જેવા તહેવારોની ઉજવણી પર લૉકડાઉનની જાહેર કરી દીધી છે, અને યુકેની બોર્ડરોને સીલ કરી દેવામા આવી છે. (પ્રતિકાત્મક તસવીર)
હાલ બ્રિટન ઉપરાંત નેધરલેન્ડ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જોકે, સ્ટ્રેન પહેલાથી વધુ ખતરનાક હશે કે નહી તે હાલ કહેવુ વહેલુ ગણાશે, કેમકે સ્ટ્રેનનો પ્રકોપ સતત વધી રહ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
આ ઉપરાંત દક્ષિણ ઇંગ્લેન્ડમાં કોરોનાના વાયરસના નવા રૂપ સ્ટ્રેન વધતા કેનેડાએ બ્રિટનથી ફ્લાઇટોને રોકી દીધી છે. સ્ટ્રેનને લઇને ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, આયરલેન્ડ અને બુલ્ગારિયાએ પહેલાથી જ બ્રિટનની ફ્લાઇટો પર રોક લગાવી દીધી છે. (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -