Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદના સંત સંમેલનમાં હાજર રહેનાર ભાજપના કયા કયા નેતા બન્યા કોરોના સંક્રમિત?
અમદાવાદઃ શહેરમાં સંત સંમેલન પછી ભાજપના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર ભાજપ સંગઠનના મોટા ભાગના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર, બે મહામંત્રી ભૂષણ ભટ્ટ અને પરેશ લાખાણી કોરોના સંક્રમિત થયા છે. આ બધા જ નેતાઓ અમદાવાદના સંત સંમેલનમાં હાજર હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઈ કાલે ગુજરાત સરકારના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે આજે અમદાવાદ ભાજપના બે દિગ્ગજ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. બે દિવસથી લક્ષણ જણાતા ગઈ કાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. SVP હોસ્પિટલમાં સારવાર માટે શહેર પ્રમુખ અમિત શાહ દાખલ થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. વર્ષ 2021માં દિવાળી સમયે કોરોના સંક્રમિત થયા હતા.
આ સિવાય અમદાવાદ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ પણ કોરોના સંક્રમિત થયા છે. SVP હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણ દેખાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોના પોઝિટિવ આવતા ધારાસભ્યએ પોતાને સેલ્ફ કોરંનટાઈન કર્યા. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરવામાં આવી અપીલ. કોરોના સંક્રમિત થયા હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી.
વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા છે. જીતુ ચૌધરી બીજીવાર કોરોના સંક્રમિત થયા છે.