શોધખોળ કરો

8મું પગાર પંચ: કર્મચારીઓએ પગાર વધારા માટે હજુ રાહ જોવી પડશે, જાણો ક્યાં સુધી વિલંબ?

8મા પગાર પંચને ભલામણો મોકલવાની છેલ્લી તારીખ 15 જૂન સુધી લંબાઈ; જાણો આ વિલંબના 5 મુખ્ય કારણો અને પગાર-એરિયર્સ પર તેની શું અસર પડશે.

8th pay commission salary hike deadline extended new date 2026

1/7
વાત એમ છે કે, કર્મચારી સંગઠનો હવે 15 જૂન સુધી પેનલ સમક્ષ પોતાની માંગણીઓનો ડ્રાફ્ટ રજૂ કરી શકશે. આ પ્રક્રિયા 5 માર્ચથી શરૂ થઈ હતી અને શરૂઆતમાં તેની છેલ્લી તારીખ 30 એપ્રિલ નક્કી કરાઈ હતી, જેને પાછળથી વધારીને 31 મે કરવામાં આવી હતી અને હવે ત્રીજી વખત આ મુદત વધારી દેવાઈ છે.

2/7
8મા પગાર પંચે એક પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે,
8મા પગાર પંચે એક પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે, "મેમોરેન્ડમ જમા કરાવવાની છેલ્લી તારીખ 15 જૂન સુધી લંબાવવામાં આવી છે અને આ અંતિમ સમયમર્યાદા છે. આ પછી કોઈ વધારાનો સમય આપવામાં આવશે નહીં." ખાસ વાત એ છે કે, તમામ અરજીઓ ફક્ત ઓનલાઈન (સત્તાવાર વેબસાઇટ 8cpc.gov.in દ્વારા) જ સ્વીકારવામાં આવશે, જ્યારે હાર્ડ કોપી, ભૌતિક દસ્તાવેજો, ઈમેલ કે PDF માન્ય ગણાશે નહીં.
3/7
આ પ્રક્રિયામાં વિલંબ થવા પાછળનું પહેલું મુખ્ય કારણ જૂની પેન્શન યોજના (OPS) અને લઘુત્તમ વેતન છે. નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) દ્વારા જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા અને લઘુત્તમ બેઝિક પગારમાં મોટો વધારો કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે.

4/7
બીજું મોટું કારણ પગાર 18000 થી વધીને સીધો 69000 કરવાની માંગ છે. યુનિયનોએ DA સુધારાને ઊંચા ફિટમેન્ટ ફેક્ટર સાથે જોડવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.833 કરવાની માંગ કરાઈ છે, જેથી લઘુત્તમ પગારમાં આ મોટો ઉછાળો આવી શકે.

5/7
ત્રીજું અને ચોથું કારણ પ્રસ્તાવ માટે માંગવામાં આવેલ સમય અને ફરજિયાત ઓનલાઈન મોડ છે. અલગ-અલગ યુનિયનોને ડ્રાફ્ટ તૈયાર કરવા વધુ સમય જોઈતો હતો અને બધી જ રજૂઆતો ફક્ત ઓનલાઈન પોર્ટલ પર જ કરવાની હોવાથી, ભૌતિક કે ઈમેલ નકલો રદ થવાના કારણે ઓનલાઈન ડેટા એન્ટ્રીમાં સંગઠનોને વધુ સમય લાગી રહ્યો છે.

6/7
પાંચમું કારણ દેશભરમાં ચાલી રહેલી બેઠકો છે. કેન્દ્ર સરકાર હાલ દેશના અલગ-અલગ ભાગોમાં હિતધારકો સાથે બેઠકો કરી રહી છે, જેમાં દિલ્હી, પુણે અને હૈદરાબાદમાં બેઠકો થઈ ગઈ છે, જ્યારે જૂનમાં શ્રીનગર અને લદ્દાખમાં સત્રો યોજાશે અને આગામી મોટી બેઠક લખનૌમાં થવાની છે.

7/7
આ વિલંબની અસર કર્મચારીઓના પગાર અને એરિયર્સ પર પણ પડશે. નવું પગાર માળખું 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવવાનું હોવાથી, 1 જાન્યુઆરી, 2026 થી જે પણ બાકી રકમ (એરિયર્સ) બનશે, તે નવો પગાર લાગુ થયા પછી કર્મચારીઓના ખાતામાં એકસાથે જમા થશે, જેનાથી સરકાર પર આર્થિક બોજ વધશે. છેલ્લે, આ વિલંબના કારણે કર્મચારીઓને HRA માં મોટું નુકસાન થઈ શકે છે. ભલે કર્મચારીઓને બેઝિક પગાર પરનું એરિયર્સ એકસાથે મળી જશે, પણ સામાન્ય રીતે HRA નું એરિયર્સ પાછલી અસરથી (Retrospective effect) ચૂકવવામાં આવતું નથી, જેથી કર્મચારીઓને આ વિલંબના સમયગાળા દરમિયાન વધેલા HRA નો લાભ નહીં મળે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું  બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત

સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'

Train Cancelled: રેલવેમાં આજથી 24 જુલાઇ સુધી આ ટ્રેન થશે રદ્દ, જાણો સંપૂર્ણ યાદી

ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો

20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા

87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
અમેરિકાનું  MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ

સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video

Embed widget