શોધખોળ કરો
Bank Jobs 2026: આ બેન્કમાં નોકરી મેળવવાની શાનદાર તક, 90,000થી વધુ મળશે પગાર
યુકો બેન્કે બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક મોટી ભરતી ઝૂંબેશની જાહેરાત કરી છે. બેન્કે જનરલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સની જગ્યાઓ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

યુકો બેન્કે બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક મોટી ભરતી ઝૂંબેશની જાહેરાત કરી છે. બેન્કે જનરલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સની જગ્યાઓ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી જૂનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I (JMGS-I) અને મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-II (MMGS-II) હેઠળ હાથ ધરવામાં આવશે. આ ભરતી અભિયાન દ્ધારા કુલ 173 જગ્યાઓ ભરવામાં આવશે. નોંધપાત્ર રીતે આ ભરતી ઝૂંબેશમાં બેન્કિંગ, ફાઇનાન્સ, એકાઉન્ટિંગ અને આઇટી સંબંધિત ઘણી મુખ્ય જગ્યાઓ સામેલ છે, જે વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને તકો પૂરી પાડે છે.
2/6

યુકો બેન્કની આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 13 જાન્યુઆરી, 2026ના રોજ શરૂ થઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 2 ફેબ્રુઆરી, 2026 સુધી અરજી કરી શકે છે. અરજીઓ ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે. આ ભરતી સ્નાતક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા એન્જિનિયરિંગ અને આઇટી પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો માટે સારી તક સાબિત થઈ શકે છે. અરજી અને ફી ચુકવણી પ્રક્રિયા 2 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવી આવશ્યક છે.
Published at : 15 Jan 2026 01:14 PM (IST)
આગળ જુઓ
Advertisement






















