શોધખોળ કરો
કેન્દ્રીય કર્મચારીઓના DA ના વધારામાં કેમ થઈ રહ્યો છે વિલંબ? જાણો શું છે લેટેસ્ટ અપડેટ
45 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો DA વધારાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે; કર્મચારી સંગઠનોએ નાણા મંત્રાલયને પત્ર લખીને સ્પષ્ટતા માંગી.
કેન્દ્ર સરકારના 45 લાખ જેટલા કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો આતુરતાથી તેમના મોંઘવારી ભથ્થા (DA) માં વધારાની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે માર્ચ મહિનાના અંત સુધીમાં આ જાહેરાત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે તેમાં વિલંબ થઈ રહ્યો છે. આ વિલંબને પગલે કર્મચારી સંગઠનોએ નાણા મંત્રાલયને પત્ર લખીને વહેલી તકે જાહેરાત કરવા અથવા મોડું થવાનું કારણ સ્પષ્ટ કરવા વિનંતી કરી છે. બીજી તરફ, નિષ્ણાતો માની રહ્યા છે કે 8 માં પગાર પંચ (CPC) ના નવા માળખા અને અન્ય વહીવટી પ્રક્રિયાઓને કારણે આ જાહેરાતમાં સમય લાગી રહ્યો છે.
1/5

તમને જણાવી દઈએ કે, સરકારે અગાઉ જુલાઈ 2025 માં DA 54% થી વધારીને 58% કર્યો હતો. હવે ઘણા કર્મચારીઓ એવી આશા રાખીને બેઠા છે કે એપ્રિલ મહિનાના પગારમાં વધેલો DA અને જાન્યુઆરી 2026 થી અત્યાર સુધીના બાકી નીકળતા એરિયર્સ (બાકી રકમ) પણ સાથે મળી જશે. પરંતુ જાહેરાત બે અઠવાડિયાથી વધુ સમયથી લટકેલી હોવાથી કર્મચારીઓ અને પેન્શનરોમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે.
2/5

ડીએના વધારામાં થઈ રહેલા આ મોડાને લઈને સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કન્ફેડરેશન અને ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશન જેવા સંગઠનોએ નાણા મંત્રાલયને પત્રો લખ્યા છે. ફેડરેશનના પ્રમુખ મનજીત સિંહ પટેલનું કહેવું છે કે, "સામાન્ય રીતે દર બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળતી હોય છે, છતાં સરકારે હજુ સુધી DA વધારાની જાહેરાત કરી નથી કે મોડું થવાનું કોઈ કારણ પણ આપ્યું નથી." કન્ફેડરેશનના જણાવ્યા મુજબ, દર વર્ષે માર્ચના છેલ્લા અઠવાડિયામાં જાહેરાત થઈ જાય છે અને એપ્રિલના પહેલા અઠવાડિયામાં 3 મહિનાના એરિયર્સ ચૂકવી દેવાય છે. સરકારે જલ્દી આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.
Published at : 11 Apr 2026 06:06 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















