દુબઈ નહીં, અહીં મળે છે ₹1810 માં 10 ગ્રામ સોનું! ભારતીય બજારમાં હડકંપ, જાણો કસ્ટમ્સના નિયમ
Cheapest Gold in the World: ભારતમાં સોનું ₹1.4 લાખને પાર, જ્યારે વેનેઝુએલામાં માત્ર ₹200 ની અંદર 1 ગ્રામ! જાણો કેમ આટલું સસ્તું છે સોનું અને શું છે ભારત લાવવાના કસ્ટમ્સ નિયમો.
Continues below advertisement
Cheapest Gold in the World: ભારતમાં 1 તોલાના ભાવ ₹1.40 લાખને પાર પહોંચ્યા ત્યારે વેનેઝુએલામાં પાણીના ભાવે વેચાય છે સોનું; આર્થિક કટોકટીના કારણે લોકો બ્રેડ-બટર ખરીદવા સોનાના ટુકડા આપે છે, પણ શું તમે તેને ભારત લાવી શકો?
Continues below advertisement
1/7
ભારતમાં હાલ લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલી છે, પરંતુ સોનાના ભાવ (Gold Price) આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે દાગીના ખરીદવા મુશ્કેલ બની ગયા છે. અત્યાર સુધી ભારતીયો સસ્તું સોનું ખરીદવા માટે દુબઈ (Dubai) ને શ્રેષ્ઠ વિકલ્પ માનતા હતા. પરંતુ વર્ષ 2026 ના આંકડાઓ કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. દુનિયામાં એક એવો દેશ છે જ્યાં સોનું માટીના ભાવે મળી રહ્યું છે.
2/7
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલા (Venezuela) માં સોનાના ભાવ સાંભળીને તમે ચોંકી જશો. ભારતમાં જે કિંમતે તમે એક મસાલા ઢોસા કે કોફી ખરીદો છો, તેટલી કિંમતમાં ત્યાં 1 Gram શુદ્ધ સોનું મળી રહ્યું છે! બજારના આંકડા પર નજર કરીએ તો, ભારતમાં હાલ 24 Carat સોનાના 10 Gram નો ભાવ ₹1.40 Lakh ની આસપાસ છે. એટલે કે 1 Gram સોના માટે તમારે આશરે ₹14,048 ચૂકવવા પડે છે.
3/7
તેની સામે વેનેઝુએલામાં 1 Gram સોનાની કિંમત માત્ર ₹181.65 જેટલી જ છે. આટલા સસ્તા ભાવ પાછળનું કારણ ત્યાંની ગંભીર આર્થિક પરિસ્થિતિ છે. વેનેઝુએલા હાલ ભયંકર આર્થિક કટોકટી (Economic Crisis) અને હાઇપરઇન્ફલેશન (Hyperinflation) નો સામનો કરી રહ્યું છે. ત્યાંના સ્થાનિક ચલણ 'બોલિવર'નું મૂલ્ય સાવ તળિયે બેસી ગયું છે.
4/7
ત્યાં પરિસ્થિતિ એવી છે કે લોકો કરિયાણું, દવા કે શાકભાજી ખરીદવા માટે કાગળની નોટોને બદલે 'સોનાના ટુકડા' (Gold Flakes) આપી રહ્યા છે. સોનું ત્યાં રોકાણ નહીં પણ 'ચલણ' બની ગયું હોવાથી તેનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજાર કરતા અત્યંત નીચું છે. જોકે, આટલું સસ્તું સોનું જોઈને લલચાઈ જવાની જરૂર નથી, કારણ કે તેને ભારત લાવવું કાયદાકીય રીતે પડકારજનક છે.
5/7
ભારતીય કસ્ટમ્સ (Indian Customs) ના નિયમો અત્યંત કડક છે. જે ભારતીય મહિલાઓ 1 વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહેતી હોય, તેઓ 40 Gram સુધીના દાગીના (મહત્તમ ₹1 Lakh સુધીની કિંમત) ડ્યુટી ફ્રી લાવી શકે છે. જ્યારે પુરુષ મુસાફરો માટે આ મર્યાદા 20 Gram (મહત્તમ ₹50,000 સુધી) છે. આ મર્યાદાથી વધુ સોનું લાવવા પર ટેક્સ ભરવો પડે છે.
Continues below advertisement
6/7
એક મહત્વની વાત એ છે કે સોનાના સિક્કા કે બિસ્કિટ પર કોઈ છૂટ મળતી નથી. તેના પર તમારે ફરજિયાત ટેક્સ ભરવો જ પડે છે. જો કોઈ વ્યક્તિ 6 મહિનાથી વધુ વિદેશમાં રહી હોય તો તે 1 kg સુધી સોનું લાવી શકે છે, પરંતુ તેના પર 6% થી 15% સુધીની કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડે છે.
7/7
ટૂંકમાં, વેનેઝુએલામાં સોનું સસ્તું જરૂર છે, પરંતુ ત્યાંની રાજકીય અસ્થિરતા અને ભારતના આયાત નિયમોને જોતા તે ખરીદવું સામાન્ય પ્રવાસી માટે જોખમી સોદો બની શકે છે. સસ્તું સોનું લાવવાના ચક્કરમાં કસ્ટમ્સના કાયદાનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Published at : 13 Jan 2026 08:48 PM (IST)
= 7">