શોધખોળ કરો
સોનાની ખરીદીમાં 70% નો મોટો ઘટાડો! સરકારના આ એક નિર્ણયથી બજારમાં મચી ગઈ હલચલ
સોના પર આયાત ડ્યુટી 6% થી વધારીને 15% કરાતા માંગ 25 ટનથી ઘટીને 7.5 ટન થઈ ગઈ; મોંઘવારીના માર વચ્ચે ગ્રાહકો હવે ભારે દાગીનાને બદલે હળવા દાગીના ખરીદવા મજબૂર.
ભારતમાં સોનાની ખરીદીને અત્યારે બહુ મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં સરકારે સોના પર આયાત ડ્યુટી (Import Duty) વધારી દીધી છે, જેના કારણે દેશભરમાં સોનાની માંગમાં અચાનક 70% જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. મોંઘવારી, વધતા ખર્ચ અને નબળી માંગના કારણે લોકો હવે નવું સોનું ખરીદવાનું ટાળી રહ્યા છે. ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો ગ્રાહક દેશ છે, ત્યારે માંગમાં આવેલો આટલો મોટો ઘટાડો બજાર માટે એક ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. ઝવેરીઓ અને બુલિયન વેપારીઓ પણ માને છે કે વધેલી ડ્યુટીએ સોનાની ચમક ખરેખર ઝાંખી કરી દીધી છે.
1/6

મે મહિનામાં સરકારે સોના પરની આયાત ડ્યુટી 6% થી વધારીને સીધી 15% કરી દીધી હતી. સરકારે આ નિર્ણય સોનાની આયાત ઘટાડવા અને દેશના વિદેશી હૂંડિયામણ (ફોરેન રિઝર્વ) પરનું દબાણ ઓછું કરવા માટે લીધો હતો. પરંતુ, આની સીધી અસર સોનાના ભાવ પર પડી. ડ્યુટી વધતા જ સ્થાનિક બજારમાં સોનું મોંઘુ થઈ ગયું અને ગ્રાહકોના ખિસ્સા પર ટેક્સનો બોજ વધી ગયો, જેનાથી ખરીદદારોનો ઉત્સાહ સાવ ઘટી ગયો છે.
2/6

બજારના આંકડાઓ પર નજર કરીએ તો, 27 મેના રોજ પૂરા થયેલા પખવાડિયામાં દેશની સોનાની માંગ ઘટીને માત્ર 7.5 ટન થઈ ગઈ છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં આ માંગ 25 ટન હતી. આ આંકડાઓ જ બતાવે છે કે ખરીદીમાં કેટલો મોટો કડાકો બોલાયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ડ્યુટી વધ્યા પછી બજારમાં માંગમાં લગભગ 70% નો ઘટાડો નોંધાયો છે.
Published at : 30 May 2026 06:58 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















