શોધખોળ કરો
ટ્રમ્પના એક નિવેદનથી સોનું ભડકે બળ્યું! 10 ગ્રામ ₹24,600 મોંઘું થયું, મકરસંક્રાંતિ પહેલા રેકોર્ડ તેજીથી ગ્રાહકો ચિંતિત
Gold Price Today India: તહેવારો ટાણે જ સોનું અને ચાંદી બંને મોંઘા થયા, અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરની આશંકાએ કિંમતો નવી ટોચ પર પહોંચી.
Gold Price Today: મકરસંક્રાંતિ પહેલા સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા. 2 દિવસમાં સોનું ₹24,600 મોંઘું થયું. જાણો ડોનાલ્ડ ટ્રમ્પના કયા નિર્ણયથી બજારમાં આગ લાગી છે અને આજના લેટેસ્ટ ભાવ.
1/8

મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુ જેવા પવિત્ર તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સોના-ચાંદીના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાએ ખરીદદારોની ચિંતામાં વધારો કર્યો છે. ભારતીય બુલિયન માર્કેટમાં શનિવાર, 10 જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે સોનાના ભાવ (Gold Price) માં જબરદસ્ત તેજી જોવા મળી હતી.
2/8

માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં 100 ગ્રામ સોનાના ભાવમાં કુલ ₹24,600 નો વધારો ઝીંકાયો છે. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2,460 નો વધારો થતાં સોનું ફરી એકવાર તેની સર્વોચ્ચ સપાટી તરફ આગળ વધી રહ્યું છે. તહેવારોની મોસમમાં જ ભાવ વધવાને કારણે જ્વેલરી માર્કેટમાં ઘરાકી પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદીના ભાવ (Silver Price) માં પણ છેલ્લા બે દિવસના ઘટાડા બાદ ફરીથી રિકવરી સાથે મોટો ઉછાળો નોંધાયો છે.
Published at : 10 Jan 2026 04:05 PM (IST)
આગળ જુઓ
Advertisement





















