શોધખોળ કરો
લગ્નસરા ટાણે જ ઝટકો: 22 કેરેટ સોનું ₹5,510 મોંઘું થયું! બજેટ ખોરવાયું, જુઓ આજના લેટેસ્ટ ભાવ
ટ્રમ્પની 'ગ્રીનલેન્ડ ધમકી'થી બજારમાં આગઝરતી તેજી જોવા મળી છે. ચાંદીમાં છેલ્લા 10 દિવસમાં ₹60,100 નો રેકોર્ડબ્રેક વધારો થયો છે, જ્યારે સોનું પણ 3 દિવસમાં ₹6,000 મોંઘું થયું છે.
Gold Price Today: ભારતીય બુલિયન માર્કેટ (Bullion Market) માં સોના-ચાંદીની તેજી અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિ અને ગ્રીનલેન્ડ (Greenland) વિવાદને કારણે વૈશ્વિક બજારમાં ગભરાટનો માહોલ છે. જેની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર પડી છે. આજે 21 January એ સતત ત્રીજા દિવસે બંને ધાતુઓમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે.
1/6

છેલ્લા માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. 24-Carat સોનાના ભાવમાં પ્રતિ 10 Gram ₹6,010 નો જંગી વધારો નોંધાયો છે. જ્યારે દાગીના બનાવવા માટે વપરાતું 22-Carat સોનું પણ ₹5,510 મોંઘું થયું છે. આ વધારાએ સામાન્ય ગ્રાહકોના બજેટ ખોરવી નાખ્યા છે.
2/6

સોના કરતાં પણ વધુ આક્રમક તેજી ચાંદી (Silver) માં જોવા મળી રહી છે. દિલ્હીના બજારમાં આજે ચાંદીના ભાવમાં વધુ ₹100 નો વધારો થયો છે. આંકડા ચોંકાવનારા છે કારણ કે છેલ્લા 3 દિવસમાં એક કિલો ચાંદી ₹25,100 મોંઘી થઈ છે. જો છેલ્લા 10 દિવસનો હિસાબ જોઈએ તો ચાંદીના ભાવમાં અધધધ ₹60,100 નો રેકોર્ડબ્રેક વધારો થયો છે.
Published at : 21 Jan 2026 04:32 PM (IST)
આગળ જુઓ
Advertisement






















