શોધખોળ કરો
સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું ₹1500 અને ચાંદી ₹6500 સસ્તી થઈ, જાણો આજના નવા ભાવ
20 એપ્રિલ 2026: સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જુઓ શહેરોના લેટેસ્ટ ભાવ.
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આજે 20 એપ્રિલ 2026 ના રોજ ભારતીય બુલિયન માર્કેટમાં કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. લગ્નસરાની સિઝન ચાલતી હોવા છતાં ભાવમાં આવેલા આ ઘટાડાથી સામાન્ય જનતા અને સોની બજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
1/6

સોનાના ભાવમાં આજે પ્રતિ 10 ગ્રામ ₹1,500 થી પણ વધુનો જંગી ઘટાડો નોંધાયો છે. સ્થાનિક હાજર બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,580 ઘટીને હવે ₹1,53,330 ના સ્તરે પહોંચી ગયો છે. આ આંતરરાષ્ટ્રીય બજારની અસર અને સ્થાનિક માગમાં આવેલા ફેરફારને કારણે બન્યું હોવાનું બજારના નિષ્ણાતો માની રહ્યા છે.
2/6

ચાંદીમાં પણ આજે તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે, જે દાગીના અને વાસણોના ખરીદદારો માટે લોટરી સમાન છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹6,480 નો મસમોટો ઘટાડો થતાં હવે નવો ભાવ ₹2,52,750 પ્રતિ કિલો થયો છે. ઔદ્યોગિક માગમાં ઘટાડો અને વૈશ્વિક સંકેતોને પગલે ચાંદીના ભાવમાં આ મોટો કડાકો બોલી ગયો છે.
Published at : 20 Apr 2026 04:26 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















