શોધખોળ કરો
સોના ચાંદીના ભાવમાં 60 મિનિટમાં 1.1 ટ્રિલિયન ડોલરનો કડાકો; જાણો અચાનક શું થયું?
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આવેલી અચાનક મંદીને કારણે માત્ર 60 મિનિટમાં 1.1 ટ્રિલિયન ડોલરનું મૂલ્ય ધોવાઈ ગયું છે. 2 માર્ચના રોજ સર્જાયેલા આ આર્થિક કડાકા વિશે વિગતવાર વાંચો.
વૈશ્વિક કિંમતી ધાતુઓના બજારમાં 2 માર્ચ, 2026 ના રોજ એક અભૂતપૂર્વ આર્થિક સુનામી જોવા મળી હતી, જેમાં સોના અને ચાંદીના ભાવમાં અચાનક આવેલા કડાકાએ રોકાણકારોને મોટો આંચકો આપ્યો હતો. સવારના સમયે બજારમાં તેજી હોવા છતાં, અચાનક શરૂ થયેલી વેચવાલીને કારણે માત્ર 60 મિનિટના ટૂંકા ગાળામાં રોકાણકારોની અંદાજે 1.1 ટ્રિલિયન ડોલરની સંપત્તિનું ધોવાણ થઈ ગયું હતું.
1/6

આ ઘટાડો મુખ્યત્વે મોટા ફંડ દ્વારા કરવામાં આવેલી પ્રોફીટ બુકિંગ અને સ્વયંસંચાલિત સોદાઓને કારણે થયો હોવાનું મનાય છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં ગભરાટ ફેલાવ્યો છે, જેના કારણે રોકાણકારો હવે પોતાની આગામી વ્યૂહરચના અંગે પુનઃવિચાર કરવા મજબૂર બન્યા છે.
2/6

2 માર્ચની સવાર સુધી બજારમાં સોના અને ચાંદી પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળતો હતો. સવારે 8:26 વાગ્યે જ્યારે સોનાનો ભાવ 5425 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો, ત્યારે કોઈને પણ અંદાજ નહોતો કે આગામી થોડા જ કલાકોમાં આખું ચિત્ર બદલાઈ જશે. પરંતુ સવારના 11:06 વાગ્યા સુધીમાં સોનાનો ભાવ ગગડીને 5296 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો હતો. આનો અર્થ એ થયો કે કિંમતી ધાતુમાં અંદાજે 130 ડોલરનો મોટો ઘટાડો નોંધાયો હતો, જેમાંથી 100 ડોલર જેટલો ઘટાડો તો માત્ર 60 મિનિટના ગાળામાં જ થયો હતો.
Published at : 03 Mar 2026 04:36 PM (IST)
આગળ જુઓ
Advertisement























