શોધખોળ કરો
Gold-Silver Price: માત્ર 41 દિવસમાં સોનું ₹22,505 અને ચાંદી ₹1.49 લાખ મોંઘી થઈ! જાણો આજના લેટેસ્ટ ભાવ
રોકાણકારો માટે ખુશખબર: નીચા મથાળે લેવાલી નીકળતા કિંમતી ધાતુઓમાં ફરી તેજીનો ચમકારો; ચાંદી ₹2.57 લાખને આંબી ગઈ, 2026 ના શરૂઆતી મહિનામાં જ સોનું ₹22,000 મોંઘું થયું.
Gold-Silver Price: ઝવેરી બજારોમાં છેલ્લા થોડા દિવસોથી જોવા મળતા ઘટાડા બાદ હવે 'બુલિયન માર્કેટ' (Bullion Market) માં ફરી એકવાર સોના અને ચાંદીની ચમક વધી છે. આજે 10 February ના રોજ સતત બીજા દિવસે કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલી તેજીએ સૌને ચોંકાવી દીધા છે. 'ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન' (IBJA) ના સત્તાવાર આંકડા મુજબ, માત્ર બે જ દિવસમાં ચાંદીના ભાવમાં ₹12,000 થી વધુનો તોતિંગ વધારો નોંધાયો છે, જે રોકાણકારો માટે રાહતના સમાચાર છે.
1/6

આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી (Silver) ના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. આજે એક કિલો ચાંદીનો ભાવ ₹3,759 વધીને ₹2,57,424 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે આ ભાવ ₹2,44,929 હતો, જેનો સીધો અર્થ છે કે છેલ્લા બે 'ટ્રેડિંગ સેશનમાં' (Trading Session) ચાંદી ₹12,495 મોંઘી થઈ છે. ઔદ્યોગિક માંગ નીકળતા ચાંદીમાં આ તેજી જોવા મળી રહી છે.
2/6

ચાંદીની સાથે સાથે પીળી ધાતુ એટલે કે સોના (Gold) માં પણ તેજીનો કરંટ જોવા મળ્યો છે. આજે 24 Carat શુદ્ધ સોનાના 10 Gram (ગ્રામ) નો ભાવ ₹824 વધીને ₹1,55,700 ની સપાટીએ પહોંચ્યો છે. સોમવારે આ ભાવ ₹1,54,876 હતો. સોનાના ભાવમાં આવેલો સુધારો દર્શાવે છે કે નીચા ભાવે ગ્રાહકો ફરીથી બજારમાં ખરીદી કરવા માટે પરત ફર્યા છે.
Published at : 10 Feb 2026 03:51 PM (IST)
આગળ જુઓ
Advertisement























