મકરસંક્રાંતિ પર સોના-ચાંદીની પતંગ ચગી! બજાર ખુલતા જ ₹12,000 નો ઉછાળો, જાણો નવા ભાવ
Gold Price Today India: મકરસંક્રાંતિના પર્વ પર ભારતીય બજારમાં કિંમતી ધાતુઓએ ઈતિહાસ રચ્યો છે.
Continues below advertisement
Gold Price Today India: MCX પર ચાંદીમાં એક જ દિવસમાં ₹12,803 નો તોફાની ઉછાળો આવતા ભાવે ઓલ-ટાઈમ હાઈ સપાટી બનાવી છે. સોનાના ભાવે પણ દોટ મૂકતા રોકાણકારોને તહેવાર પર જબરદસ્ત કમાણી થઈ છે.
Continues below advertisement
1/7
આજે 14 January, 2026 નો દિવસ ભારતીય કોમોડિટી બજાર (Commodity Market) ના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. મકરસંક્રાંતિના પાવન પર્વ પર વાયદા બજારમાં કિંમતી ધાતુઓમાં જાણે આગ લાગી હોય તેવી તોફાની તેજી જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચારે બાજુ લેવાલી નીકળી હતી.
2/7
ખાસ કરીને 'ગરીબોના સોના' ગણાતી ચાંદી (Silver) એ આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ચાંદીએ જૂના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે અને નવી ઐતિહાસિક ટોચ બનાવી છે. સોનામાં (Gold) પણ જોરદાર ખરીદી નીકળતા ભાવ આસમાને પહોંચ્યા છે, જેનાથી રોકાણકારોને મકરસંક્રાંતિ પર સાચા અર્થમાં 'ચાંદી જ ચાંદી' થઈ ગઈ છે.
3/7
આજની તેજીનો અસલી હીરો ચાંદી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર March 2026 ના વાયદામાં ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ તેજીવાળા (Bulls) હાવી થઈ ગયા હતા. પરિણામે, ચાંદીના ભાવમાં એક જ ઝાટકે ₹12,803 નો જંગી અને અકલ્પનીય ઉછાળો નોંધાયો હતો, જેણે બજારના પંડિતોને પણ ચોંકાવી દીધા છે.
4/7
આ તોફાની તેજી સાથે ચાંદીએ ₹2,87,990 ની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી (All-time High) બનાવી દીધી છે. રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આક્રમક લેવાલીને કારણે ચાંદીની ચમક ઓર વધી ગઈ છે. ઔદ્યોગિક માંગ અને સટ્ટાકીય પ્રવૃત્તિઓને કારણે ભાવમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો હોવાનું મનાય છે.
5/7
ચાંદીની પાછળ પાછળ સોનામાં પણ શાનદાર તેજીનો માહોલ છે. MCX પર February 2026 ના સોનાના વાયદામાં સવારથી જ લીલા નિશાનમાં કારોબાર જોવા મળ્યો હતો. સોનામાં ₹843 નો મજબૂત ઉછાળો નોંધાયો છે. આ તેજી સાથે સોનાનો ભાવ ₹1,43,084 ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.
Continues below advertisement
6/7
બજારના નિષ્ણાતોના મતે, આ ઐતિહાસિક ઉછાળા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા મુખ્ય કારણ છે. આ ઉપરાંત ઔદ્યોગિક માંગમાં થયેલા વધારાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, પરિણામે કિંમતી ધાતુઓમાં ભારે લેવાલી (Buying Pressure) જોવા મળી રહી છે.
7/7
અત્રે ઉલ્લેખનીય છે કે અહીં આપેલા ભાવ વાયદા બજાર (Futures Market) ના છે. બુલિયન માર્કેટમાં અને જ્વેલરી શોરૂમમાં મેકિંગ ચાર્જ અને ટેક્સના કારણે ભાવમાં તફાવત હોઈ શકે છે. જો કે, મકરસંક્રાંતિ પર આવેલી આ તેજીએ બજારના તમામ સમીકરણો બદલી નાખ્યા છે.
Published at : 14 Jan 2026 04:05 PM (IST)
= 7">