શોધખોળ કરો
હોળીના પર્વે સોના-ચાંદીમાં ભભક્યા તેજીના રંગો: ચાંદી 11,000 મોંઘી થઈ, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ
જાણો હોળીના પર્વે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો. ચાંદીમાં 11,000 રૂપિયા અને સોનામાં 2,7000 રૂપિયાનો તોતિંગ ઉછાળો. અમેરિકા-ઈરાન તણાવની બજાર પર શું થઈ અસર?
આજે 4 માર્ચ 2026 ના રોજ જ્યારે સમગ્ર ભારત રંગોના પર્વ હોળી અને ધૂળેટીના ઉત્સાહમાં ડૂબેલું છે, ત્યારે કિંમતી ધાતુઓના બજારમાં પણ તેજીનો જોરદાર રંગ જોવા મળ્યો છે.
1/7

પશ્ચિમ એશિયામાં સતત વકરી રહેલા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત ગણાતા સોના અને ચાંદી તરફ વળ્યા છે. જેને પગલે બુધવારે બુલિયન બજારમાં ચાંદીના ભાવમાં 11,000 રૂપિયાથી વધુનો મોટો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે સોનાના ભાવમાં પણ 2,700 રૂપિયાથી વધુનો વધારો ઝીંકાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે રોકાણકારોમાં ફેલાયેલા ડરને આ ભાવવધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
2/7

હોળીના પવિત્ર દિવસે ચાંદીના ભાવમાં જે તેજી જોવા મળી છે તેણે બજારના તમામ નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. મંગળવારે ચાંદીના ભાવમાં 13,163 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો, પરંતુ બુધવારે બજારે જોરદાર વાપસી કરી છે.
Published at : 04 Mar 2026 06:33 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















