શોધખોળ કરો
ગરમીમાં એસી લેવું છે? અડધા ટનનું એસી ખરીદતા પહેલાં જાણી લો કે કેટલું લાઈટ બિલ આવશે
ઉનાળામાં જો તમે નાના રૂમ કે ઓફિસ કેબિન માટે અડધા ટનનું AC લેવાનું વિચારતા હોવ, તો ખરીદતા પહેલા તેનો વીજ વપરાશ અને રૂમની સાઈઝનું ચોક્કસ ગણિત સમજી લો.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં હવે AC (Air Conditioner) કોઈ લક્ઝરી નથી રહી, પણ દરેક ઘરની એક સામાન્ય અને અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. જ્યારે પણ આપણે બજારમાં નવું AC ખરીદવા જઈએ છીએ, ત્યારે મનમાં સૌથી મોટો સવાલ એ જ હોય છે કે તેનાથી લાઈટ બિલ કેટલું આવશે અને તે રૂમને બરાબર ઠંડો કરશે કે નહીં. આજકાલ ખાસ કરીને નાના સ્પેસ માટે લોકો 0.5 Ton ના AC વિશે વધુ પૂછપરછ કરતા હોય છે. જો તમે પણ તમારા નાના રૂમ માટે આ ક્ષમતાનું AC લેવાનું વિચારી રહ્યા છો, તો તેનું પૂરું ગણિત સમજવું જરૂરી છે.
1/6

સામાન્ય ગણતરી મુજબ, 0.5 Ton નું AC ચાલુ હોય ત્યારે અંદાજે 500 થી 700 Watts જેટલી વીજળીનો વપરાશ કરે છે. જો તેને એકદમ સરળ ભાષામાં સમજીએ તો, જો તમે આ AC ને સળંગ 1 Hour (કલાક) ચલાવો છો, તો તે આશરે 0.5 થી 0.7 Units જેટલો પાવર વાપરે છે. જોકે, આ વાસ્તવિક પાવર કન્ઝપ્શન માત્ર આંકડા પર સીમિત નથી હોતું, પરંતુ તે અમુક અન્ય મહત્વની બાબતો પર પણ આધાર રાખે છે.
2/6

પાવર બચાવવામાં AC નું સ્ટાર રેટિંગ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. જો તમારી પાસે 5-Star ઇન્વર્ટર AC હશે, તો લાઈટ બિલ આ નિર્ધારિત આંકડા કરતાં પણ ઘણું ઓછું આવી શકે છે. એની સામે જો AC કોઈ જૂનું મોડેલ હોય અથવા ઓછા સ્ટાર રેટિંગવાળું (જેમ કે 2-Star કે 3-Star) હશે, તો વીજળીનો વપરાશ થોડો વધી શકે છે. આ ઉપરાંત, બહારની આકરી ગરમી કેટલી છે અને તમે રૂમનું તાપમાન કેટલા Degrees પર સેટ કર્યું છે, તે પણ બિલ નક્કી કરે છે.
Published at : 02 Jun 2026 04:55 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















