શોધખોળ કરો
સરકારની ઘરોમાં પડેલા 32,000 ટન સોના પર નજર, જાણો PM મોદીની આ અપીલ પાછળનું ગણિત
નવું સોનું ખરીદવાને બદલે જૂના દાગીના રિસાયકલ કરવા વડાપ્રધાનની વિનંતી; આયાત ડ્યુટી 6% થી વધારીને 15% કરાઈ.
ભારતીય ઘરો અને મંદિરોની તિજોરીઓમાં લોક થયેલું આશરે 32,000 ટન સોનું દેશ માટે એક બહુ મોટી આર્થિક તાકાત બની શકે તેમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને નવું સોનું ખરીદવાને બદલે ઘરમાં પડેલા આ જ જૂના સોનાને રિસાયકલ કરવાની ખાસ અપીલ કરી છે.
1/5

આ અપીલ પાછળનું મુખ્ય કારણ દેશનું આર્થિક સંતુલન જાળવવાનું, વધતા આયાત બિલને કાબૂમાં લેવાનું અને વિદેશી હૂંડિયામણ ભંડાર (ફોરેક્સ રિઝર્વ)ને મજબૂત કરવાનું છે. જો દેશમાં રહેલા સોનાનો જ ફરીથી ઉપયોગ કરવામાં આવે, તો દર વર્ષે વિદેશોમાં વહી જતા અબજો ડોલર બચાવી શકાશે જે અર્થતંત્રને નવી ગતિ આપશે.
2/5

વિવિધ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ભારતના પરિવારો અને ધાર્મિક સ્થળો પાસે અંદાજે 32,000 ટન સોનાનો જંગી ભંડાર છે. આ ભંડારને દુનિયાના સૌથી મોટા પ્રાઇવેટ ગોલ્ડ રિઝર્વમાંનો એક ગણવામાં આવે છે. અત્યારે આ સોનાનો બહુ મોટો હિસ્સો લોકોની સેફ અને બેંક લોકર્સમાં બિનઉપયોગી પડી રહ્યો છે, જે દેશની કોઈ આર્થિક પ્રવૃત્તિમાં કામ નથી આવી રહ્યો.
Published at : 02 Jun 2026 04:30 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















