શોધખોળ કરો
પત્ની સાથે મળીને પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલો અને દર મહિને મેળવો ₹8633ની ગેરંટીડ આવક
પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ (MIS)માં એકસાથે રોકાણ કરીને તમે 7.4% ના વ્યાજ દરે દર મહિને નિશ્ચિત કમાણી કરી શકો છો. જાણો આ સરકારી યોજનાના ફાયદા અને નિયમો.
જો તમે કોઈ એવી સરકારી યોજના શોધી રહ્યા છો જેમાં એકવાર પૈસા રોકીને દર મહિને ફિક્સ આવક મળતી રહે, તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ (MIS) તમારા માટે બેસ્ટ છે. આ યોજનામાં તમે તમારી પત્ની સાથે જોઈન્ટ ખાતું ખોલાવીને દર મહિને ગેરંટી સાથે ₹8633 ની નિશ્ચિત આવક મેળવી શકો છો.
1/5

કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આ સ્કીમમાં રોકાણ એકદમ સુરક્ષિત છે અને હાલમાં તેમાં 7.4% નું શાનદાર વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. જોકે, આ સ્કીમનો લાભ લેવા માટે તમારી પાસે પહેલાથી જ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું (સેવિંગ્સ એકાઉન્ટ) હોવું જરૂરી છે.
2/5

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS) માં અત્યારે 7.4% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમની ખાસિયત એ છે કે તમારે માત્ર એક જ વાર પૈસા જમા કરાવવાના હોય છે. ખાતું ખોલાવ્યા પછી, આવતા 5 વર્ષ સુધી તમને દર મહિને વ્યાજ પેટે ફિક્સ આવક મળતી રહેશે. આ વ્યાજના પૈસા દર મહિને સીધા તમારા બચત ખાતામાં જમા થઈ જાય છે.
Published at : 11 May 2026 07:03 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















