શોધખોળ કરો
RBI પાસે છે 880 ટન ગોલ્ડ, 77% સોનું દેશમાં છે તો બાકીનું ક્યાં રાખ્યું છે?
$12 બિલિયનનું સોનું વેચાયાનો દાવો તદ્દન ખોટો, PIB એ ફેક્ટ-ચેક કરીને ખોલી પોલ.
છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારો અને સોશિયલ મીડિયા પર એક સમાચાર જોરદાર ચર્ચામાં હતા કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ભારતના સોનાના ભંડારનો એક મોટો હિસ્સો વેચી દીધો છે. આ સંવેદનશીલ મામલે સરકારની સત્તાવાર ફેક્ટ-ચેકિંગ એજન્સી PIB (પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો) એ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક અફવા છે. સોનું વેચવાના અહેવાલોમાં કોઈ જ સત્ય નથી અને ભારતનો ખજાનો સંપૂર્ણ સુરક્ષિત છે.
1/5

વાસ્તવમાં, બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ના તણાવને કારણે RBI એ પોતાની વિદેશી ચલણ સંપત્તિને બેલેન્સ કરવા માટે 22 મે સુધીના 2 અઠવાડિયામાં આશરે $12 બિલિયન (અંદાજે ₹1.14 લાખ કરોડ) નું સોનું વેચ્યું છે. આ અહેવાલે બજારમાં ચિંતા વધારી દીધી હતી, પરંતુ PIB ની ટીમે તપાસ કરીને ડેટાના આધારે આ દાવાને તદ્દન પાયાવિહોણો અને ભ્રામક ગણાવ્યો છે.
2/5

સત્તાવાર ડેટા અનુસાર, ભારતીય રિઝર્વ બેંક પાસે કુલ 880.52 મેટ્રિક ટન સોનાનો જંગી ભંડાર છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ કુલ સોનામાંથી 77% જેટલું સોનું અત્યારે ભારતની જ તિજોરીઓમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. છ મહિના પહેલા આ આંકડો 66% હતો, પરંતુ ભારતે તાજેતરમાં પોતાની સુરક્ષા વ્યૂહરચનાના ભાગરૂપે મોટાભાગનું સોનું વિદેશથી દેશમાં પાછું લાવી દીધું છે.
Published at : 03 Jun 2026 06:20 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















