શોધખોળ કરો
2 લિટર પેટ્રોલ મેળવવા કેટલા લિટર 'ક્રૂડ ઓઇલ' જોઈએ? આંકડો જાણીને તમે પણ માથું ખંજવાળતા થઈ જશો!
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવથી ક્રૂડ ઓઇલના ભાવ આસમાને છે, ત્યારે સરળ ભાષામાં સમજો 350 થી 400 ડિગ્રી તાપમાને રિફાઇનરીમાં કેવી રીતે થાય છે તેલનું શુદ્ધિકરણ.
અત્યારે અમેરિકા-ઇઝરાયલ ગઠબંધન અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ તણાવે આખી દુનિયાના એનર્જી સપ્લાયની ચેન ખોરવી નાખી છે. ખાસ કરીને જ્યારે ઈરાને ક્રૂડ ઓઇલની હેરફેર માટેના સૌથી મહત્વના માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે, ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આ બધા સમાચારો વચ્ચે આપણા મનમાં ઘણીવાર સવાલ થાય છે કે આ કાળા અને ઘટ્ટ કાચા તેલમાંથી ચોખ્ખું પેટ્રોલ અને ડીઝલ કેવી રીતે બનતું હશે?
1/7

આખી પ્રક્રિયાની શરૂઆત એક ખૂબ મોટી ભઠ્ઠીથી થાય છે. ક્રૂડ ઓઇલને રિફાઇનરીમાં લાવીને તેને 350 થી 400 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને ઉકાળવામાં આવે છે. આટલી સખત ગરમીને કારણે જાડું અને કાળું ક્રૂડ ઓઇલ વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ બન્યા પછી તેની અંદર રહેલા અલગ-અલગ ઘટકો છૂટા પડવા માટે તૈયાર થઈ જાય છે. આ શુદ્ધિકરણની પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં રિફાઇનિંગ કહેવામાં આવે છે.
2/7

વરાળ બની ગયેલા આ ક્રૂડ ઓઇલને પછી એક વિશાળ ટાવરમાં મોકલવામાં આવે છે, જેને 'ડિસ્ટિલેશન કોલમ' કહે છે. આ ટાવરની રચના બહુ ખાસ હોય છે; તેમાં નીચેનો ભાગ એકદમ ગરમ હોય છે અને જેમ-જેમ ઉપર જઈએ તેમ-તેમ તાપમાન ઘટતું જાય છે. આ અલગ-અલગ તાપમાનના કારણે ક્રૂડ ઓઇલમાં રહેલા જુદા-જુદા પ્રવાહી તેમના ઉકળતા બિંદુઓ (બોઇલિંગ પોઇન્ટ) પ્રમાણે અલગ અલગ સ્તરે ઠંડા થઈને પ્રવાહી સ્વરૂપમાં પાછા ફરે છે.
Published at : 08 Apr 2026 04:34 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















