આ 5 રીતે તમે તમારો ટેક્સ ઘટાડી શકો છો, ડિડક્શનનો લઈ શકો છો લાભ
ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે નજીક છે. જો તમે હજુ સુધી ITR ફાઈલ નથી કર્યું, તો તેને જલ્દી પૂર્ણ કરો. જો વાર્ષિક કુલ આવક રૂ. 2.5 લાખથી વધુ હોય તો ITR ફાઇલ કરવી જરૂરી છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં. કરદાતાઓ માટે આવી ઘણી કપાતની જોગવાઈઓ છે, જેનો દાવો કરીને તમે ટેક્સ બચાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે નાણાકીય વર્ષ 2021-22 માં પેન્શન મેળવવા માટે કોઈપણ વીમા કંપનીની યોજનામાં રોકાણ કર્યું છે, તો તમે કપાત માટે દાવો કરી શકો છો. સેક્શન 80ccc પેન્શન પોલિસીની ખરીદી પર રૂ. 1.5 લાખ સુધીની કપાતની મંજૂરી આપે છે. નિવાસી ભારતીયો અને NRI બંને આ યોગદાન પર કપાતનો દાવો કરી શકે છે. NPSમાં યોગદાન માટે 50,000 રૂપિયાની વધારાની કપાતનો દાવો કરી શકાય છે. આ દાવો 80CCD હેઠળ કરી શકાય છે.
નાણાંકીય વર્ષમાં બચત ખાતા પર વ્યાજ તરીકે રૂ. 10,000 સુધીની આવક ટેક્સ સ્લેબની બહાર છે. જો આવક સહકારી બેંકના બચત ખાતા અથવા પોસ્ટ ઓફિસની બચત યોજનામાંથી વ્યાજના રૂપમાં મળે છે, તો તમે નિર્દિષ્ટ મર્યાદા સુધી કપાતનો દાવો કરી શકો છો. જો આવક 10 હજારથી વધુ હોય તો વધારાની રકમ પર ટેક્સ લાગે છે. બચત ખાતાના વ્યાજની કમાણી તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવે છે.
જો તમે તમારા પરિવાર (પત્ની અને બાળકો) માટે મેડિકલ પોલિસી ખરીદી હોય, તો તમે કલમ 80D હેઠળ કપાતનો દાવો કરી શકો છો. પોલિસી પર કપાતની મર્યાદા 25,000 રૂપિયા છે. આ સિવાય, માતાપિતા માટે અલગ કપાતનો દાવો કરી શકાય છે. જો માતા-પિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોય, તો 25,000 રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકાય છે.
જો તમે તમારા માતાપિતાને ઘરનું ભાડું ચૂકવો છો, તો તમે તેના પર પણ કપાતનો દાવો કરી શકો છો. મકાન ભાડા ભથ્થા હેઠળની આ કપાત કલમ 10 (13A) હેઠળ કરી શકાય છે. ધ્યાનમાં રાખો કે તમે આ કપાતનો દાવો ત્યારે જ કરી શકો છો જો તમારા પગારના માળખામાં HRAનો ભાગ શામેલ હોય.