શોધખોળ કરો
Gujarat Rain: હવામાન પલટાયું, આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે આટલા વિસ્તારોમાં પડશે વરસાદ
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વરસાદ ખાબકશે
(તસવીર- એબીપી લાઇવ)
1/6

Gujarat Rain: અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ગુજરાતીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝિયનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
2/6

ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વરસાદ ખાબકશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.
Published at : 02 Jun 2026 01:26 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















