શોધખોળ કરો
Gujarat Rain Photos: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડતા ઠેર-ઠેર ભરાયા કેડ સમા પાણી, નર્મદાના નાંદોદમાં 8 ઇંચ ખાબક્યો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર વધશે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકામાં વરસાદે કહેર વર્તાવ્યો છે.
2/8

તાજા આંકડા પ્રમાણે, સૌથી વધુ નર્મદા જિલ્લાના નાંદોદમાં 8 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. ઠેર ઠેર પાણી કેડ સમા પાણી ભરાયા છે, અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઇ છે. 142 તાલુકાઓમાંથી 50 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
3/8

હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 142 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે મુજબ દાહોદ શહેરમાં 7.5 ઈંચ, નર્મદાના તીલકવાડામાં 7.1 ઈંચ વરસાદ વરસ્યો છે.
4/8

જ્યારે છોટાઉદેપુરના જેતપુરપાવીમાં 6.9 ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના શેહેરા તાલુકામાં 6.8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
5/8

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 25 જૂનથી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
6/8

ઉત્તર ગુજરાત. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યના પૂર્વના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. જુલાઈની શરૂઆતમાં પણ રાજ્યમાં ભારે વરસાદના એંધાણ કરવામાં આવે છે.
7/8

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જુલાઈમાં પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. 1 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
8/8

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
Published at : 25 Jun 2025 01:51 PM (IST)
આગળ જુઓ
Advertisement





















