શોધખોળ કરો
ઉનાળામાં ચોમાસું ભરપૂર! ગુજરાતના 7 જિલ્લામાં મેઘરાજાની તોફાની ધડબડાટી, જાણો ક્યાં પડ્યા કરા?
બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવો માહોલ; મહેસાણામાં કરા પડ્યા, બનાસકાંઠામાં 20 કિમીની ઝડપે ફૂંકાયો પવન, તૈયાર પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતોમાં ફફડાટ.
હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે અને ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. રાજ્યના મહેસાણા, ભાવનગર, પાટણ, ખેડા, આણંદ, બનાસકાંઠા અને વડોદરા સહિતના જિલ્લાઓમાં બપોર બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા અને મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ (માવઠું) વરસ્યો છે.
1/7

અમુક જગ્યાએ ધૂળની ડમરીઓ ઊડી, તો ક્યાંક કરા સાથે વરસાદ પડ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસર હોય તેમ અચાનક આવેલા આ કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીથી થોડી રાહત ચોક્કસ મળી છે, પરંતુ ખેતરમાં ઊભેલા તૈયાર પાકને મોટું નુકસાન થવાની ભીતિ ઊભી થતાં જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે.
2/7

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, મહેસાણા જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. બપોર બાદ મોઢેરા ચોકડી અને દેડિયાસણ વિસ્તારમાં અચાનક વરસાદી છાંટા પડવાનું શરૂ થઈ ગયું હતું. વિસનગર શહેરની મુખ્ય બજાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા છે.
Published at : 07 Apr 2026 03:43 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















