શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
Gujarat Rain: આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/6

Gujarat Rains: રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે. ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ભલે હવે ટળી ગયો હોય પરંતુ આગામી બે દિવસ સુધી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 31 ઓકટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
2/6

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 29 ઓક્ટોબરે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છ. આ સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
3/6

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 ઓક્ટોબર ગુરુવારે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે.
4/6

આ સિવાય દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
5/6

31 ઓક્ટોબરે દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં છુટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
6/6

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્ય પર બે અલગ–અલગ સિસ્ટમો સક્રિય હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે.
Published at : 29 Oct 2025 04:54 PM (IST)
આગળ જુઓ
Advertisement




















