શોધખોળ કરો
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં આભમાંથી અગનવર્ષા વરસશે. રાજ્યના હવામાન વિભાગે રાજ્યભરમાં ચાર દિવસ ગરમીને લઈ આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યના હવામાન વિભાગે રાજ્યભરમાં ચાર દિવસ ગરમીને લઈ આગાહી કરી છે
1/5

Heatwave : રાજ્યમાં આભમાંથી અગનવર્ષા વરસશે. રાજ્યના હવામાન વિભાગે રાજ્યભરમાં ચાર દિવસ ગરમીને લઈ આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. ચાર દિવસ દરમિયાન મહતમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. અમદાવાદમાં તો ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા વ્યકત કરાઈ છે.
2/5

હવામાન વિભાગે અંગ દઝાડતી ગરમીને લઈ વૃદ્ધો, બાળકોને બિનજરૂરી ઘર બહાર નીકળવાનું ટાળવા અપીલ કરી છે. તો શહેરમાં જાહેર સ્થળોએ આકરી ગરમીથી રાહત માટે ORS સહિતની વ્યવસ્થાઓ કરવા તાકિદ કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં ગરમીની વાત કરીએ તો કંડલા એરપોર્ટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.
Published at : 11 May 2026 11:32 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















