શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
ગુજરાતમાં ચોમાસું ક્યારથી ભુક્કા બોલાવશે? અંબાલાલ પટેલે આ તારીખથી અતિભારે વરસાદની આગાહી કરી
Gujarat Rain: બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા, 26 30 જૂન દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના.
Gujarat monsoon forecast 2025: ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાની તૈયારીમાં છે, ત્યારે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અને ખેડૂત મિત્ર અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. તેમણે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાઓ વ્યક્ત કરતા ગુજરાતમાં આગામી સમયમાં વરસાદનું જોર વધશે તેમ જણાવ્યું છે.
1/5

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસું શરૂ થવામાં છે અને હવે વરસાદ ધીમે ધીમે વધતો જશે. તેમણે ખાસ કરીને 18 થી 24 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
2/5

આ ઉપરાંત, ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે.
3/5

અંબાલાલ પટેલના મતે, બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. પ્રથમ લો પ્રેશર 18મી જૂને બનશે અને ત્યારબાદ બીજી સિસ્ટમ 22મી જૂને બનવાની સંભાવના છે. આ લો પ્રેશર સિસ્ટમ્સની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે અને તેના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
4/5

આ લો પ્રેશર સિસ્ટમ્સની અસર હેઠળ, અંબાલાલ પટેલે 26 થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે, તેમણે એક મહત્વની નોંધ પણ લીધી હતી કે, જો આ અરસામાં પૂર્વ ભારતમાં અત્યંત ભારે વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે.
5/5

ઉલ્લેખનીય છે કે, કેરળમાં ચોમાસું વહેલું બેઠા બાદ તે ઝડપથી મુંબઈ સુધી પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ સિસ્ટમ નબળી પડી જતાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થોડો વિલંબિત થયો હતો. જોકે, અંબાલાલ પટેલની આગાહી મુજબ, હવે નજીકના દિવસોમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે અને વરસાદી માહોલ જામશે.
Published at : 15 Jun 2025 03:37 PM (IST)
આગળ જુઓ
Advertisement




















