શોધખોળ કરો
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/5

ગાંધીનગર: રાજ્યમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બનાસકાંઠાના ધાનેરા, દાંતીવાડા, ડીસામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને મોડાસા, શામળાજી, ભિલોડા પંથકમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ. વાદળછાયું વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાયા હતા અને લોકોને ગરમીથી રાહત મળી છે.
2/5

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે 7 દિવસ મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
Published at : 29 May 2026 06:03 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















