શોધખોળ કરો
(Source: Poll of Polls)
PHOTOS: વનતારામાં જોવા મળ્યો પીએમ મોદીનો અનોખો અંદાજ, ક્યારેક સિંહ તો ક્યારેક દીપડાંના બચ્ચાંઓને કર્યુ વ્હાલ
વડાપ્રધાને વનતારા ખાતે વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમાં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને અન્ય સુવિધાઓ છે
(તસવીર- એબીપી લાઇવ)
1/9

PM Modi in Vantara: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ વનતારાની અલગ અલગ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. વનતારા બે હજારથી વધુ પ્રજાતિઓ અને દોઢ લાખથી વધુ રેસ્ક્યૂ કરવામાં આવેલા લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે. પીએમ મોદીએ વનતારામાં વિવિધ સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. સાથે અલગ અલગ સ્થળોથી રેસ્ક્યૂ ઉપરાંત, તે અલગ અલગ જગ્યાએથી વિવિધ પ્રજાતિઓના બચાવેલા પ્રાણીઓ પાસે ગયા હતા અને તેમને ખવડાવ્યું હતું.
2/9

વડાપ્રધાને વનતારા ખાતે વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમાં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને અન્ય સુવિધાઓ છે અને તેમાં વન્યજીવ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દાંતની હોસ્પિટલ, ઇન્ટરનલ મેડિસિન વગેરે વિભાગો પણ છે.
3/9

પીએમએ સિંહના બચ્ચાઓને દૂધ પીવડાવ્યું - પીએમ મોદીએ અહીં વિવિધ પ્રજાતિના સિંહના બચ્ચાઓને વ્હાલ કર્યો હતો. જેમાં એશિયાટિક સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, કારાકલ સિંહના બચ્ચા અને ક્લાઉડેડ લેપર્ડના બચ્ચાનો સમાવેશ થાય છે. ક્લાઉડેડ લેપર્ડ એક લુપ્તપ્રાય પ્રજાતિ છે.
4/9

પીએમએ જે સફેદ સિંહના બચ્ચાને બોટલથી દૂધ પીવડાવ્યું હતું તેનો જન્મ વનતારામાં થયો હતો. તેની માતાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં એક સમયે કારાકલની સંખ્યા ઘણી વધારે હતી, પરંતુ હવે તે દુર્લભ બની રહી છે. વનતારામાં કારાકલને એક સંવર્ધન કાર્યક્રમના ભાગરૂપે વનતારામાં ઉછેરવામાં આવે છે અને તેમના સંરક્ષણ માટે તેમને કેદમાં રાખવામાં આવે છે અને પછીથી જંગલમાં છોડી દેવામાં આવે છે.
5/9

MRI રૂમ અને ઓપરેશન થિયેટરની મુલાકાત લીધી - પીએમ મોદીએ હોસ્પિટલના MRI રૂમની મુલાકાત લીધી અને એક એશિયાઈ સિંહનો MRI કરાવતા પણ જોયું હતું. આ ઉપરાંત, તેમણે ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી, જ્યાં એક દીપડાની સર્જરી થઈ રહી હતી. હાઇવે પર તેને એક કારે ટક્કર મારી હતી, ત્યારબાદ તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને વનતારા લાવવામાં આવ્યા હતા. અહીં અન્ય સ્થળોએથી બચાવેલા પ્રાણીઓને એવા સ્થળોએ રાખવામાં આવે છે જે તેમના કુદરતી રહેઠાણ જેવા હોય છે. વનતારામાં કેટલીક મુખ્ય સંરક્ષણ પહેલોની વાત કરીએ તો તેમાં એશિયાઈ સિંહ, સ્નો લેપર્ડ, એક શિંગડાવાળા ગેંડા વગેરેનો સમાવેશ થાય છે.
6/9

ઘણા પ્રાણીઓને વ્હાલ કર્યો અને તેમને પ્રેમથી ગળે લગાવ્યા - તે સિવાય વડાપ્રધાન મોદીએ વિવિધ હિંસક પ્રાણીઓ સાથે સમય પસાર કર્યો હતો. ગોલ્ડન ટાઇગર, 4 સ્નો ટાઇગર્સ સાથે પણ બેઠેલા જોઇ શકાય છે. આ ટાઇગર્સને એક સર્કસમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કરતબ બતાવતા હતા.
7/9

પીએમ મોદીએ ઓકાપીને થપથપાવ્યું અને ચિમ્પાન્ઝીને પણ વ્હાલ કર્યું હતું. તે સિવાય વડાપ્રધાન મોદીએ ઓરંગુટાનને ગળે લગાવ્યું હતું. આ પછી પીએમએ એક હિપ્પોપોટેમસને નજીકથી જોયો હતો. તે સિવાય તેમણે મગર, જિરાફ, ઝીબ્રાને પણ જોયા હતા. જિરાફ અને ગેંડાના બચ્ચાઓ પણ વડાપ્રધાને ખવડાવ્યું હતું. એક શિંગડાવાળા ગેંડાનું બચ્ચું અનાથ થઇ ગયું કારણ કે તેની માતાનું મૃત્યું થયું હતું.
8/9

વિશ્વની સૌથી મોટી હાથીની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું - ઉપરાંત પીએમ મોદીએ એક વિશાળ અજગર, બે માથાવાળો એક અનોખો સાપ, બે માથાવાળો કાચબો, ટૈપિર, રેસ્ક્યૂ કરવામાં આવેલા દીપડાના બચ્ચા, વિશાળકાળ બીવર, બોંગો (કાળિયાર) અને સીલ પણ જોયા હતા. તેમણે હાથીઓને તેમના જેકુઝીમાં જોયા હતા.
9/9

સંધિવા અને પગની સમસ્યાઓથી પીડાતા હાથીઓને સ્વસ્થ થવામાં મદદ કરે છે અને તેમની ચાલ સુધારવામાં મદદ કરે છે. પીએમ મોદીએ એલિફન્ટ હોસ્પિટલનું કામકાજ પણ જોયું, જે વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે. તેમણે કેન્દ્રમાં બચાવેલા પોપટને મુક્ત કર્યા હતા. આ પછી વડા પ્રધાન મોદીએ કેન્દ્રમાં વિવિધ સુવિધાઓની સંભાળ રાખતા ડોકટરો, સહાયક કર્મચારીઓ અને કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી.
Published at : 04 Mar 2025 03:14 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા





















