શોધખોળ કરો
ભારે ઉકળાટ વચ્ચે પાનલપુરમાં વરસાદ તૂટી પડ્યો, અચાનક મેઘમહેરથી જનજીવન પ્રભાવિત
Unseasonal rain in Palanpur: હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત.
Banaskantha weather update: હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
1/5

દિવસ દરમિયાન અનુભવાઈ રહેલા ભારે ઉકળાટ અને બફારા બાદ અચાનક શરૂ થયેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે.
2/5

શહેરના કોઝી, ગુરુનાનક ચોક, હાઈવે સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો.
3/5

અચાનક શરૂ થયેલા વરસાદને કારણે રોજિંદા જનજીવન પર પણ અસર જોવા મળી હતી.
4/5

જોકે, ગરમીથી છુટકારો મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
5/5

આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
Published at : 13 Jun 2025 03:45 PM (IST)
આગળ જુઓ
Advertisement





















