શોધખોળ કરો
8મું પગાર પંચ: લઘુત્તમ વેતન અને ફિટમેન્ટ ફેક્ટર વધશે? કરોડો કર્મચારીઓની આશાઓ વધી, જુઓ અપડેટ
કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં લઘુત્તમ વેતન, મેડિકલ સુવિધા અને OPS સહિતની અનેક મહત્વની માંગણીઓ પર વિચારણા કરવામાં આવી, લાખો કર્મચારીઓને જાગી રાહતની આશા.
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક અત્યંત રાહતના સમાચાર છે. 11 મે, 2026 ના રોજ કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનની અધ્યક્ષતામાં 8મા પગાર પંચ સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્મચારીઓના પગાર વધારા, લઘુત્તમ વેતન, ગ્રેચ્યુઈટી, પ્રમોશન, ભથ્થાં અને ખાસ કરીને જૂની પેન્શન યોજના (OPS) જેવા સળગતા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી, જેનાથી લાખો પરિવારોમાં હકારાત્મક નિર્ણયની આશા જાગી છે.
1/6

આ 49મી રાષ્ટ્રીય પરિષદ (NCJCM) ની બેઠકમાં સરકાર અને કર્મચારી યુનિયનોના ઉચ્ચ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સરકાર તરફથી રેલવે બોર્ડના અધ્યક્ષ સહિત ખર્ચ, કર્મચારી, શિક્ષણ, આરોગ્ય અને ટપાલ વિભાગના સચિવો ઉપસ્થિત હતા. બીજી તરફ, કર્મચારીઓ વતી શિવ ગોપાલ મિશ્રા, એમ. રાઘવૈયા અને ડૉ. એન. કનૈયા જેવા અગ્રણી નેતાઓએ પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો.
2/6

બેઠક દરમિયાન કર્મચારી યુનિયનોએ લઘુત્તમ વેતન (Minimum Wage) અને ફિટમેન્ટ ફેક્ટર વધારવા પર ખાસ ભાર મૂક્યો હતો. આ સાથે જ NPS અને UPS ના વળતર અને હાલના પેન્શનરોના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરાઈ હતી. યુનિયનોએ એવી પણ નારાજગી વ્યક્ત કરી હતી કે નિયમ મુજબ વર્ષમાં 3 બેઠકો થવી જોઈએ, પરંતુ છેલ્લા 60 વર્ષમાં માત્ર 49 બેઠકો જ યોજાઈ છે, તેથી ભવિષ્યમાં આ બેઠકો નિયમિત ધોરણે યોજવા વિનંતી કરાઈ હતી.
Published at : 16 May 2026 06:58 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















